વકિલો અને અસીલોને વિવિધ જગ્યાના ધકકા બંધ થયા
બોટાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે સીએફસી સેન્ટર એટલે કે સેન્ટર ફાઇલિંગ સિસ્ટમ (સિંગલ વિન્ડો સિસ્ટમ સેન્ટર) ની શરૂઆત કરવામાં આવી સિંગલ વિન્ડો સિસ્ટમ એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસમાં થતી બધી જ કોર્ટના ફાયલિંગ એક જ જગ્યાએ થાય એટલે વકીલોને અસીલોબીને અલગ અલગ જગ્યાએ જવાનું રહેતું નથી તેમ જ ત્યાં સોગંદનામાની પણ સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે જેના કારણે પક્ષકારો અને વકીલો એકજ વિંડો પર બધી કામગીરી થઈ શકશે સિવિલ ક્રિમિનલ અને એમએસીપીના કેસો ઝડપી દાખલ થઈ શકશે તેમ જ સિંગલ વિન્ડો સિસ્ટમ થી નો એક જ જગ્યાએ ફાઈલિંગ સ્વીકારતા હોવાથી ચકાસણી પણ ત્યાં જ થશે અને કેસમાં જો કોઈ ઓબ્જેક્શન હશે તો પણ ઝડપથી દૂર થશે એટલે શાખા નું ભરણ પણ ઘટશે જેનાથી કોર્ટ કામગીરી ઝડપી બનશે જેના લીધે પક્ષકારો અને વકીલોને સીધો ફાયદો મળશે અને આજરોજ સિંગલ વિન્ડો સિસ્ટમના ઓપનિંગમાં ડિસ્ટ્રિક્ટ જજ એમ જે પરાશર એડિશનલ સેશન્સ જજ પુરોહિત પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શેખ તેમજ ચીફ જજ સોની તેમજ સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બ્રહ્મભટ્ટ તેમજ બોટાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ના પ્રેસિડેન્ટ મનોજસિંહ યાદવ તેમજ સિનિયર વકીલો જુનિયર વકીલો સ્ટાફગણ અને પક્ષકાર ગણ હાજર રહ્યા અને મોસ્ટ સિનિયર વકીલ ના હસ્તે રીબીન કાપી સી.એફ.સી સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું
