ગેરેજ કામદારને ઝડપી લેવાયો : બાઈક સહિતનો મુદામાલ જપ્ત કરાયો
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે 10 જુલાઈ, 2026ના રોજ ધોરાજી તાલુકાના સુપેડી ગામે ઉમા પાન સેન્ટર પાસે પાર્ક કરાયેલી હીરો સાઇન મોટરસાયકલ (રજી. નં. ૠઉં-03-ઋછ-8523) કિંમત રૂ. 30 હજારની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થયો હતો. આ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇગજ કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તે જ દિવસે ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ફરિયાદીના ઘર પાસે પાર્ક કરાયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. ૠઉં03અજ3716) કિંમત રૂ. 15 હજારની પણ અજાણ્યા શખ્સે ચોરી કરી હતી. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ઇગજ કલમ 303 હેઠળ ગુનો નોંધાયો હતો.
તપાસ દરમિયાન પોલીસે બંને ગુનાઓનો ભેદ ઉકેલી નજીરહુશૈન સુલતાનમીયા કાદરી (ઉંમર 20 વર્ષ), રહે. વેલારીયા, તા. ધોરાજી, જી. રાજકોટ, જે વ્યવસાયે ગેરેજ કામદાર છે, તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન બંને ચોરાયેલી મોટરસાયકલો કબજે લેવામાં આવી હતી.
