સિક્કા પો.સ્ટે.ના ખુનના ગુન્હામાં જામનગર જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી ઝડપાયો

જામનગર પોલીસ ની પેરોલ ફર્લો સ્ક્વોડ ના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફ દ્વારા પેરોલ-ફર્લો-વચગાળાના જામીન, તથા જેલ માંથી ફરાર થયેલ આરોપી/ કેદીઓ શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફ ને મળેલ બાતમી મુજબ જામનગર સિકકા પોલીસ સ્ટેશન ના ખૂન ના ગુના માં જામનગર જીલ્લા જેલ ખાતે થી વચગાળાના જામીન પર થી ફરાર કેદી- દેવાંગ ઉફે કાનો રામભાઈ ચાવડા ( ઉવ. 35 રહે. જેકુરબેન સોની ક્ધયા વિધ્યાલય પાસે, જનતા ફાટક, જામનગર) ને ગોકુલનગર જકાતનાકા પાસે થી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી.માટે જામનગર જીલ્લા જેલ ખાતે સોંપી આપેલ છે.

રિલેટેડ ન્યૂઝ