સાવરકુંડલામાં વિકાસની નવી કેડી: રૂ.890 લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ 2000 વૃક્ષોના વાવેતર સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવાના ઉમદા આશય સાથે રૂ. 890 લાખના જંગી ખર્ચે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં સાવરકુંડલાના નગરજનોની ઉમંગભરી અને વિશાળ ઉપસ્થિતિએ વિકાસ પ્રત્યેનો તેમનો અપરંપાર ઉત્સાહ અને વિશ્વાસ છલકાવ્યો હતો.
આ વિકાસલક્ષી કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ અને સર્કલનું નિર્માણ, આઇકોનિક રોડ (જૈન બોર્ડિંગથી કાણકિયા કોલેજ માલધારી ચોક સુધી), આધુનિક પોલીસ ચોકી (કે.કે. હાઈસ્કૂલ પાસે) તથા શહેરની પાણીની સમસ્યાના નિવારણ માટે મહત્વની એવી ઓવર હેડ ટાંકી અને સંપના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ, નગરની સુરક્ષા અને સુવિધામાં વધારો કરતા ફાયર વોટર બાઉઝરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાવરકુંડલા-લીલીયાના લોકપ્રિય ધારાસભ્ય માન. મહેશભાઈ કસવાલા, એસ.પી. અમરેલી શ્રી સંજય ખરાત (ઈંઙજ) તેમજ સાવરકુંડલા નગરપાલિકાના તેજસ્વી પ્રમુખ શ્રીમતી નયનાબેન કાપડિયા ઉપપ્રમુખ શ્રીમતી નૂતનબેન તન્ના કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ટાંક તેમજ નગરપાલિકા સદસ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોન હસ્તે દીપ પ્રાગટ્ય અને શાસ્ત્રોક્ત વિધિ સાથે વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ’એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત 2000 વૃક્ષોના વાવેતરનો સરાહનીય કાર્યક્રમ પણ યોજાયો હતો,

રિલેટેડ ન્યૂઝ