ઉર્જા બજારમાં રિલાયન્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન: અનંત અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સે FY27ની શરૂઆત સ્થિરતાથી કરી છે, જેમાં તમામ બિઝનેસીસે મજબૂત ઓપરેટિંગ પર્ફોર્મન્સ આપ્યું છે. ભૌગોલિક-રાજકીય તણાવ અને કોમોડિટી માર્કેટની અસ્થિરતા વચ્ચે પણ અમારા વૈવિધ્યસભર બિઝનેસ પોર્ટફોલિયોએ આ ક્વાર્ટરમાં ફરી એકવાર પોતાની મક્કમતા સાબિત કરી બતાવી છે.
ડિજિટલ સર્વિસીસના બિઝનેસે ક્વાર્ટર દરમિયાન પોતાની વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે. મોબિલિટી, હોમ બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઇઝ સર્વિસીઝમાં જિયોનું પ્રદર્શન મજબૂત રહ્યું છે, જેના કારણે ઢ-જ્ઞ-ઢ 15%ની તંદુરસ્ત નફાકારક વૃદ્ધિ નોંધાઈ છે. આ ક્વાર્ટર દરમિયાન જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે સેબી સમક્ષ તેનું ઉછઇંઙ ફાઇલ કર્યું છે, જે તેના પબ્લિક લિસ્ટિંગ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આગામી સમયમાં આવી રહેલો આ ઈંઙઘ જિયોની સફરમાં એક મહત્વનું સીમાચિન્હ સાબિત થશે અને રોકાણકારોને ભારતની ડિજિટલ ગ્રોથ સ્ટોરીમાં ભાગીદાર બનવાની તક આપશે.
રિલાયન્સ રિટેલે આ ત્રિમાસિક ગાળામાં તમામ ક્ધઝમ્પશન ફોર્મેટ્સ અને ચેનલોમાં સ્થિર પ્રદર્શન સાથે મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. આપણું ઓમની ચેનલ નેટવર્ક કરોડો ભારતીય ગ્રાહકોને સતત સેવા આપી રહ્યું છે અને મને પૂરો વિશ્વાસ છે કે ભારતની લાંબા ગાળાની વપરાશ વૃદ્ધિનો લાભ મેળવવા માટે આ બિઝનેસ શ્રેષ્ઠ સ્થિતિમાં છે.
ઉર્જા બજારમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “ઉર્જા બજારના અત્યાર સુધીના સૌથી મોટા વિક્ષેપમાંથી ઉભા થયેલા વ્યાપક વૈશ્વિક પડકારોની પૃષ્ઠભૂમિ વચ્ચે પણ અમારા એનર્જી બિઝનેસએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ પરિણામો અમારા ઊંડાણપૂર્વક સંકલિત ઘ2ઈ ઓપરેશન્સની આંતરિક તાકાત અને બજારના વાતાવરણમાં આવતા બદલાવો સામે અમારી ઝડપી પ્રતિક્રિયાને દર્શાવે છે.
