પ્રિયંકા ચોપરાના બર્થડે પર રાજામૌલીની મોટી ભેટ: ‘વારાણસી’ ફિલ્મમાંથી ‘મંદાકિની’ લુક વાયરલ

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના ૪૪મા જન્મદિવસે ચાહકોને એક શાનદાર સરપ્રાઈઝ મળી છે. દિગ્ગજ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વારાણસી’માંથી પ્રિયંકાનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તે ‘મંદાકિની’ના દમદાર પાત્રમાં બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે.

નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પ્રિયંકાના બે અલગ-અલગ શેડ્સવાળા ફોટા શેર કર્યા છે. એક તસવીરમાં તે બ્લેક આઉટફિટમાં ભારે ગુસ્સામાં એક્શન મોડમાં જોવા મળી રહી છે, જ્યારે બીજી તસવીરમાં તે ખુશ થઈને ડાન્સ કરતી નજરે પડે છે. ઇન્ટરનેટ પર આ લુક સામે આવતા જ ચાહકો તેને ‘જંગલી બિલ્લી’ કહીને ભારે પ્રશંસા કરી રહ્યા છે.

મહેશ બાબુ સાથે સ્ક્રીન શેર કરશે ‘દેશી ગર્લ’
આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ ‘રુદ્ર’ની મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે પૃથ્વીરાજ સુકુમારન ‘કુંભ’ના રોલમાં જોવા મળશે. મહેશ બાબુએ પણ પ્રિયંકાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ખાસ પોસ્ટ શેર કરી છે. ચાહકો પહેલીવાર આ બંને કલાકારોને પડદા પર સાથે જોવા માટે ઉત્સાહિત છે.

૫ ભાષાઓમાં રિલીઝ થશે ફિલ્મ
રાજામૌલીના નિર્દેશનમાં બની રહેલી આ મેગા બજેટ ફિલ્મ ૭ એપ્રિલ, ૨૦૨૭ના રોજ થિયેટરોમાં દસ્તક દેશે. આ મૂવી તેલુગુ ઉપરાંત હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ