યુવાનોમાં નાણાકીય સાક્ષરતા વિકસાવવા માર્ગદર્શન અપાયું
વેરાવળમાં નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
ભારતીય રિઝર્વ બેંક (છઇઈં), અમદાવાદ ના રિઝર્વ બેંક ઓમ્બડ્સમેન કાર્યાલય (ઘછઇઈંઘ) દ્વારા વેરાવળ માં નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, ચાંડુવાવ ખાતે વિદ્યાર્થીઓ માટે નાણાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં નાણાકીય સાક્ષરતા વિકસાવવાનો, સુરક્ષિત ડિજિટલ બેન્કિંગ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ ગ્રાહકો માટે ઉપલબ્ધ ફરિયાદ નિવારણ વ્યવસ્થા વિશે માહિતગાર કરવાનો હતો. આ કાર્યક્રમની શરૂઆત એમ.બી.એ. વિભાગના પ્રોફેસર રક્ષિતા મુરબિયા દ્વારા મહાનુભાવો નું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં અર્પિત મેકવાન, મેનેજર, રિઝર્વ બેંક ઓમ્બડ્સમેન કાર્યાલય (ઘછઇઈંઘ), અમદાવાદ, જય સુથાર, સહાયક, રિઝર્વ બેંક ઓમ્બડ્સમેન કાર્યાલય (ઘછઇઈંઘ), અમદાવાદ દ્વારા મુખ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે રિઝર્વ બેંક દ્વારા નિયંત્રિત નાણાંકીય સંસ્થાઓમાં ઉપલબ્ધ ઈંક્ષયિંક્ષિફહ ૠશિયદફક્ષભય છયમયિતતફહ (ઈંૠછ) વ્યવસ્થા, છયતયદિય ઇફક્ષસ – ઈંક્ષયિંલફિયિંમ ઘળબીમતળફક્ષ જભવયળય હેઠળ ફરિયાદ નોંધાવવા ની પ્રક્રિયા, ગ્રાહકોના અધિકારો, ડિજિટલ બેન્કિંગ ના સુરક્ષા માપદંડો તથા ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થી બચવાના વિવિધ ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ડિજિટલ વ્યવહાર દરમિયાન ઘઝઙ, ઙઈંગ, ઈટટ, પાસવર્ડ જેવી ગોપનીય માહિતી કોઈપણ વ્યક્તિ સાથે શેર ન કરવાની, અજાણી લિંક્સ અથવા શંકાસ્પદ સંદેશાઓથી સાવચેત રહેવાની તેમજ કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડી ની ઘટના બને તો તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન અથવા સંબંધિત બેંકનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી ઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થી ઓએ ડિજિટલ પેમેન્ટ, ઞઙઈં, ગ્રાહક સુરક્ષા, બેન્કિંગ સેવાઓ અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, તેના સંતોષકારક જવાબ અર્પિત મેકવાન તથા જય સુથાર દ્વારા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજ ના ડિરેક્ટર ડો. જાગૃત વસાવડાએ જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ માટે નાણાકીય જાગૃતિ અને સાયબર સુરક્ષા અંગેની સમજ અત્યંત આવશ્યક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને જવાબદાર, જાગૃત અને સુરક્ષિત ડિજિટલ નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે. કાર્યક્રમના અંતે એમ.સી.એ. વિભાગના પ્રોફેસર રાધિકા વાળા દ્વારા આભાર વિધિ કરેલ અને કાર્યક્રમમાં સંસ્થાના અધ્યાપક તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, અધ્યાપક ગણ અને વિદ્યાર્થી ઓના સહયોગથી કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
