છેલ્લા એક સપ્તાહની કવાયત બાદ ફાઈનલ ટીમ લઈને પહોંચેલા નબીનને પણ આંચકો આપ્યો: સંગઠન પર પણ ટોટલ ક્ધટ્રોલનો વ્યુહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસે બુધવારે મળેલી બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન માટેના નામો મોટાભાગે ફાઈનલ થઈ ગયા હતા પરંતુ અચાનક જ આ અંગે વડાપ્રધાને તેમના નિવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીન, સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષને બોલાવીને નામોમાં અનેક ફેરફાર કરતા હવે આગામી એક કે બે દિવસમાં તે મુજબ યાદી જાહેર થાય તેવી શકયતા છે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સંગઠનમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો આશ્ર્ચર્યજનક ફેરફાર હશે.
રાષ્ટ્રીય પ્રમુખ નકકી કરવામાં પણ જે રીતે ભાગ્યે જ કોઈએ વિચાર્યુ હશે તેવા બિહારના એક રાજયકક્ષાના મંત્રી નિતીન નબીનને પસંદ કરાયા અને જે નામોની અટકળ ચાલતી હતી તે તમામ ખોટી પડી. આ પાછળ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો નિર્ણય સંગઠનમાં પણ મજબૂત બનાવ્યો હતો તો બીજી તરફ ફકત સરકારના જ નહી સંગઠનની દરેક નિમણુંકમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત નજર રાખી રહ્યા છે તેઓને પૂછયા વગર કે જાણ વગર કોઈ નિયુક્તિ નહી થાય તે નિશ્ર્ચિત કર્યુ છે. એટલું જ નહી કોઈ સંગઠન પદાધિકારીના નામે ગમે તેટલો મોટો વ્યક્તિ હોય તો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજુરી વગર કોઈ મહત્વના નિર્ણયો લઈ શકે નહી તે નિશ્ર્ચિત કર્યુ છે.
વડાપ્રધાન જાણે છે કે ભાજપ અને એનડીએ પરિવાર મોટો થયો છે અને તેથી તેમાં કોઈ એવા લોકો પણ આવી શકે છે કે અચાનક જ તે પોતાની મહત્વકાંક્ષા વધારી શકે પણ મોદી તે થવા દેવા માંગતા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આથી વડાપ્રધાને આ પ્રકારની નિયુક્તિમાં વીટો વાપર્યો છે અને તે રીતે સંગઠનમાં હવે ફેરફારોમાં વડાપ્રધાન પોતાની ભૂમિકા વધારશે તે નિશ્ર્ચિત છે.
