કેનેડીના અનોખા મોરપ્રેમી : ચાર જિલ્લામાં બનાવ્યા 141 ઉછેર કેન્દ્ર

દરેક મોર ઉછેર કેન્દ્રમાં જાતે ફોન કરી માર્ગદર્શન આપી મોરની સેવા કરે છે

દરેક લોકોમાં સેવા કરવાનો ગુણ રહેલો હોય છ ે. કોઈ જરૂરિયાતમંદ લોકો અને બાળકોની સેવા કરે છે તો ઘણા લોકો મુંગા પશુઓની સેવા કરી આનંદ મેળવે છે. ત્યારે હવે જામકલ્યાણપુરના કેનેડી ગામે રહેતા 67 વર્ષના નારણભાઈનો મોરપ્રેમ અનોખો છે ચાર જિલ્લાના નવ તાલુકામાં 141 મોર ઉછેર કેન્દ્ર બનાવી મોરની સેવા કરાઈ રહી છે. જામ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના મોરપ્રેમી મોર સેવક નારણભાઈ કરંગીયાને બાળપણથી જ આજે 67 વર્ષ પોતાની ઉમરે પણ મોરના વિવિધ ગામોમાં કેન્દ્રો શરૂ કરી અને પોતે ચણ જુવારની સેવા આપી અને જે તે કેન્દ્રમાં સ્થાનિક વ્યક્તિને તેઓ નિયમીત મોરને ચણ મળી રહે તે માટે પોતે રૂબરૂ અને ટેલિફોનથી સતત માર્ગ દર્શન આપી મોર કેન્દ્રો ચલાવી રહ્યા છે. સાથો સાથ બિમાર મોરની સારવાર પણ તેઓ વર્ષોથી કરતા રહે છે.
નારણભાઈના માર્ગદર્શન હેઠળ દર વર્ષ અલગ અલગ જિલ્લા તાલુકામાં મોરની સંખ્યાવાળા ગામોમાં મોર કેન્દ્રો ચલાવવામાં આવે છે. અને પોતા દ્વારા ચણ જુવાર પહોંચાડી કેન્દ્રોની સાળસંભાળ રાખવામાં આવે છે.
આ વર્ષે પણ ચાર જિલ્લા દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અને જૂનાગઢના 9 તાલુકામાં કલ્યાણપુર દ્વારકા ભાણવડ, ખંભાળિયા, જામજોધપુર, લાલપુર, જામનગર, જસદણ, માણાવદર સહિતમાં કુલ 141 મોર કેન્દ્ર અલગ અલગ ગામો અને સ્થળોએ ચાલી રહ્યા છે.
દાતા તરફથી વરસી રહ્યો છે ધોધ
આ કેન્દ્રો માટે નારણભાઈને જુવાર, ચણનું દાતા તરફથી દાન પણ મળી રહે છે. આમ તેઓ વર્ષોથી મોરની સેવા કરી અનેક એવોર્ડ પણ મેળવેલા છે.

રિલેટેડ ન્યૂઝ