દીવના માછીમારોએ સહકારી મંડળીમાં ડિઝલ આપવા બદલ પ્રશાસકનો માન્યો આભાર

દીવનો મુખ્ય વ્યવસાય ફિશિંગનો છે.મોટાભાગના લોકો ફિશિંગ વ્યવસાય ઉપર નભે છે. ફિશિંગ માટે ડિઝલ આવશ્યક હોય અને તે ઘણા સમયથી માછીમારભાઈઓને મળતુ નહોતું જેની રજૂઆત અવાર નવાર ઉચ્ચ સ્થાને કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ ડિઝલના છ ટેન્કર આજે વણાંકબારા આવી પહોચતા માછીમારભાઈઓએ ખુશી અનુભવી હતી.
આ પ્રસંગે દીવ જિલ્લામાછીમાર એશો.ના પ્રમુખ રામજીભાઈ બામણીયા અને હોદેદારોએ વડાપ્રધાન નરેન્દ્રમોદી પ્રશાસક પ્રફુલ પટેલ કલેકટર રાહુલ દેવ બુરા નો આભાર માન્યો હતો.

રિલેટેડ ન્યૂઝ