શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર પ્રહાર : સરકાર અહંકારી બને તો લોકોમાં આક્રોશ જરૂર જાગે છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્રકાર પરિષદ યોજાઈ : હજુ આગળ પણ સામ, દામ, દંડ, ભેદથી ઘણુ થશે : શક્તિસિંહ ગોહિલ

દિલ્લીમાં જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, ગઊઊઝ પરીક્ષા આપનાર દેશના 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેને શ્રધ્ધા સુમન અર્પણ કરું છું. દેશનું બંધારણ ભારતનું બંધારણ શ્રેષ્ઠ બંધારણ છે. નિશ્ર્વાર્થ પણે જે બંધારણ બનાવ્યું એમાં મૂળભૂત અધિકાર મળેલા જે અધિકાર બંધારણનો આત્મા છે ભાજપ આત્માને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. ધરણા અને રેલી દેખાવ અને અવાજ ઉઠાવવાનો દરેક નાગરિકને અધિકાર છે. ક્યારેય ન બની એવી ઘટના વારંવાર બને છે. કોંગ્રેસ કે અન્ય સરકારના શાસનમાં ગુજરાતના સચિવાલય નજીક ચ-5 રોડ પર સરકાર વિરુધ્ધ જેને આંદોલન કરવું તેને ધરણા માટે જગ્યા આપવામાં આવતી હતી તેમાં પણ છાંયડો અને પાણી સરકાર વ્યવસ્થા કરી આપતી હતી. આજે ધરણા માટે પોલીસ પરવાનગી માંગે છે. દિલ્લીમાં શાંતિપૂર્ણ રેલી નીકળી કોઈ પાસે હથિયાર ન હતા માત્ર અહંકારના કારણે લાઠીચાર્જ કરવામાં આવ્યા. 12 વર્ષની દીકરી પર લાઠીઓ મારી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ છે. ભાજપની બર્બરતા કારણે યુવાનો ભોગ બની રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જંતર મંતર ધરણા માટે વર્ષોથી આપવામાં આવ્યું છે હવે પોલીસ ખાલી કરો ખાલી કરોના સ્પીકર પર નારા લગાવે છે. નજીવી રકમમાં કોંગ્રેસના શાસનમાં ડોક્ટર થવાતું હતું. ઉત્તમ શિક્ષણ કોંગ્રેસ સરકારમાં મળતું આજે આ શિક્ષણ વ્યાપાર બની ગયું છે. સરકારી શાળા કોલેજ બંધ થઇ રહી છે. ઘરબાર ગીરવે મૂકી ભણાવવાની નોબત દેશના નાગરિકોને પડે છે. કોક્રોચ જનતા પાર્ટી વિશે જણાવ્યું કે, સરકાર અહંકારી બને ત્યારે લોકોમાં આક્રોશ જરૂૂર હોય છે. અનેક સમસ્યાથી દેશ ઘેરાયેલો છે. સોનમ વાંગચૂકએ જીવન જોખમે ઉપવાસ કર્યા. દેશના યુવાનો ભવિષ્ય માટે એમને સરકારની વિરુધ્ધ આક્રોશ વ્યક્ત કર્યો માટે અમારી ફરજ છે કે અમારે તેમને સમર્થન આપવું જ પડે. હજુ પણ આગળ સામ દામ દંડ ભેદ થી ઘણું બધું થશે એક બીજાને બજાવવા ડરાવવા કામ પણ થશે. આજના સમયમાં 21 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તો શિક્ષણ મંત્રી રાજીનામુ ન આપી શકે.? ચોરી ઉપર સિન્હા ચોરી આ ભાજપની સરકાર કરી રહી છે. ડરી ગયેલી ભાજપ સતાની ખુરશી જશે એના કારણે વિરોધ કરનારાને જેલમાં ધકેલી રહી છે. જેલમાં ભલે ધકેલી દે પણ એનાથી એની સતા બચવાની નથી.

કોંગ્રેસના ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમમાં જંતર મંતરનું આંદોલન છવાયું

રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં “છાત્રો કી ગુંજ” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશભરના વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો, ખાસ કરીને ગઊઊઝ પેપર લીક કૌભાંડને લઈને વિદ્યાર્થીઓમાં વ્યાપેલી ચિંતા, અન્યાય અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થાની માંગ અંગે ખુલ્લો સંવાદ કરવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવા આગેવાનો, શિક્ષણપ્રેમીઓ અને વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો, પ્રશ્ર્નો અને સૂચનો ખુલ્લા મનથી રજૂ કર્યા હતા. કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ હતો કે દેશના દરેક વિદ્યાર્થીને નિષ્પક્ષ પરીક્ષા, સમાન તક અને ન્યાય મળવો જોઈએ અને તેમના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય ન હોવું જોઈએ.

રિલેટેડ ન્યૂઝ