જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જૂનાગઢ અને માંગરોળમાં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનાં વિરુદ્ધમાં રેલી અને ધરણા યોજી કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષીના જણાવ્યા મુજબ, દિલ્હી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસ દ્વારા જે દમનકારી અત્યાચાર કરવામાં આવેલ તેનાં વિરુદ્ધમાં લોકસભા વિપક્ષ નેતા રાહુલજી એ અવાજ ઉઠાવેલ. પરંતુ એમનાં પર પણ કેન્દ્ર સરકારના ઈશારે દિલ્હી પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ અત્યાચારનાં વિરુદ્ધમાં આજે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા રેલી સ્વરૂપે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. માંગરોળમાં વિરોધ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલના જણાવ્યા મુજબ વિપક્ષનો અવાજ દબાવવા માટે સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે.
