દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની અટકાયત ના વિરોધમાં વેરાવળ ના ટાવર ચોક ખાતે એનએસયુઆઇ દ્વારા ચક્કાજામ સાથે વિરોધ પ્રદર્શન કરેલ હતું.
ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ ના ઉપપ્રમુખ રિયાઝ સુમરા ની આગેવાનીમાં વેરાવળ ના ટાવર ચોક ખાતે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશના વિદ્યાર્થીઓ પોતાના હક્ક અને ભવિષ્ય માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવી રહ્યા હોય ત્યારે તેના પર લાઠી વરસાવી એ લોકશાહી પર સીધો હુમલો છે. વિદ્યાર્થીઓને વાત સાંભળવાને બદલે તેમને દબાવવાનો પ્રયાસ અત્યંત નિંદનીય અને અસ્વીકાર્ય છે. લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓને અટકાવીને કેન્દ્ર સરકારે વિરોધ લોકશાહી અધિકાર દબાવવાનો પ્રયાસ કર્યો છે. ભારતનું બંધારણ દરેક નાગરિકને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર આપે છે, પરંતુ કેન્દ્ર સરકાર આ અધિકારોને સતત કચડી રહી છે. વિદ્યાર્થીઓ પર અત્યાચાર, વિરોધ અવાજનું દમન અને લોકશાહી મૂલ્યો પર થતા હુમલા સામે એનએસયુઆઇ ક્યારેય ચૂપ નહીં બેસે તેમ એક યાદીમાં જણાવેલ છે.
