અસમમાં કુદરતનો પ્રકોપ : પૂરના કારણે મૃત્યુઆંક ૬૬ પહોંચ્યો

અસમમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪ લોકોના મોત થતાં રાજ્યમાં પૂરના કારણે જીવ ગુમાવનારાઓનો આંકડો ૬૬ સુધી પહોંચી ગયો છે. હાલમાં જ થયેલા મોતમાં ૩ લોકો શિવસાગર જિલ્લાના અને ૧ વ્યક્તિ ચરાઈદૃેવ જિલ્લાનો હતો. અસમ રાજ્ય આપદૃા પ્રબંધન પ્રાધિકરણ (છજીડ્ઢસ્છ) ના રિપોર્ટ અનુસાર, રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૬.૫૪ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના નિર્દૃેશ પર આવેલી આંતર-મંત્રાલયી કેન્દ્રીય ટીમે રવિવારે ચરાઈદૃેવ જિલ્લાના પૂર પ્રભાવિત સુમોની ગામની મુલાકાત લઈ નુકસાનીનો ચિતાર મેળવ્યો હતો. ચરાઈદૃેવ જિલ્લા કમિશનર નેહા યાદૃવની હાજરીમાં આ ટીમે સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ટીમ ૨૯ જુલાઈ સુધી ચરાઈદૃેવ, શિવસાગર, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાની મુલાકાત લેશે. કેન્દ્ર સરકારને સોંપવામાં આવનારા આ ટીમના રિપોર્ટના આધારે અસમ માટે પુનર્વસન પેકેજ નક્કી કરવામાં આવશે. મુલાકાત પૂર્ણ કર્યા બાદૃ આ ટીમ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સાથે પણ બેઠક કરશે.
પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમે પૂરપીડિતો સુધી રાહત સામગ્રી પહોંચાડવા અને એરડ્રોપ કરવા માટે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનો મોટા પાયે ઉપયોગ કરી રહૃાા છીએ. ગ્રાઉન્ડ અનુભવના આધારે, અમે મોટા જથ્થામાં ટાર્ગેટેડ ડ્રોપ કરવાનો પ્રયાસ કરીશું જેથી લોકોને સરળતાથી રાહત સામગ્રી મળી શકે.

રિલેટેડ ન્યૂઝ