૨૭માં કારગિલ વિજય દિૃવસ પર પીએમ મોદૃી, અમિત શાહે અમર જવાનોના શૌર્યને બિરદાવ્યું

દૃેશ આજે ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ભારતની ઐતિહાસિક જીતની યાદૃમાં ૨૭મો ‘કારગિલ વિજય દિૃવસ’ મનાવી રહૃાો છે. આ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી સહિત દૃેશના અગ્રણી નેતાઓએ ભારતની સરહદૃો અને સાર્વભૌમત્વની રક્ષા માટે સર્વોચ્ચ બલિદૃાન આપનારા બહાદૃુર શહીદૃ સૈનિકોને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ લખ્યું કે, “કારગિલ વિજય દિૃવસ પર આપણું રાષ્ટ્ર ભારતની સુરક્ષા સુનિશ્ર્ચિત કરનારા બહાદૃુર સૈનિકોની અસાધારણ િંહમત અને સમર્પણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
હિમાલયના અત્યંત દૃુર્ગમ અને કઠિન વાતાવરણમાં પણ આપણા સૈનિકોએ જે અદૃમ્ય ભાવના દૃર્શાવી છે, તે હંમેશા રાષ્ટ્રીય ગૌરવનો રુાોત રહેશે. તેમની અતૂટ દૃેશભક્તિ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહીદૃોને યાદૃ કરતા જણાવ્યું કે, કારગિલ વિજય દિૃવસ એ ભારતીય સેનાના અસાધારણ પરાક્રમનું પ્રતીક છે. ૧૯૯૯માં બરફીલા અને ઊંચા પહાડી શિખરો પર વિપરીત સંજોગો હોવા છતાં, આપણા જવાનોએ ’ઓપરેશન વિજય’ મારફતે દૃુશ્મનોને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ