કેટલાક મંત્રાલયના કામકાજ પર ચર્ચા થશે: બેઠકને સંભવિત કેબિનેટ ફેરબદૃલ સાથે જોડીને જોવામાં આવી રહી છે
કેન્દ્ર સરકારમાં મંત્રીઓના કામકાજને લઈને સોમવારે સાંજે મહત્વની બેઠક યોજાવાની છે. પીએમ મોદૃી આ બેઠકની અધ્યક્ષતા કરશે. તેમાં કેટલાક મંત્રાલયોના કામકાજ, મંત્રીઓના પ્રદૃર્શનના મુદ્દે વાત થશે. બેઠકને આવનાર સમયમાં સંભવિત કેબિનેટ ફેરબદૃલ સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે.
બેઠકમાં સામાજિક ન્યાય અને જનક્લ્યાણ સાથે જોડાયેલા કામ પર ખાસ ધ્યાન રહેશે. તે માટે માત્ર તે રાજ્યમંત્રીઓ અને સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રીઓને બોલાવવામાં આવ્યા છે, જેનો વિભાગ સમાજ કલ્યાણ સાથે જોડાયેલો છે.
સૂત્રો પ્રમાણે આવનાર દિૃવસમાં બાકી મંત્રાલયના મંત્રીઓની
સાથે તબક્કાવાર આવી બેઠક યોજાશે.
સોમવારની ચર્ચામાં મુખ્ય રૂપથી શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય અને કૃષિ મંત્રાલય સામેલ થશે. તેમાં જોવામાં આવશે કે નક્કી યોજનાઓ જમીન પર કેટલી ઝટપથી ઉતરી છે અને મંત્રીઓએ પોતાની જવાબદૃારી કઈ રીતે નિભાવી છે.
બેઠકમાં એક મહત્વનો હિસ્સો જવાબદૃારીનો હશે. એટલે કે જે મંત્રીઓને જવાબદૃારી આપવામાં આવી છે, તેના પર તેનું કામ કેવું રહૃાું, તેની ચર્ચા કરવામાં આવશે.
જોકે હજુ તે સ્પષ્ટ નથી કે બેઠક બાદૃ કોઈ મંત્રીને લઈને તત્કાલ કોઈ નિર્ણય લેવાશે.
સરકાર આવનાર દિૃવસોમાં રાજ્યમંત્રીઓના બીજા સમુહની સાથે આવી બેઠકો કરી શકે છે. તેનો ઉદ્દેશ્ય અલગ-અલગ મંત્રાલયોના કામકાજને સમજવાનો છે.
આ બેઠકમાં મંત્રીઓના પ્રદૃર્શન પર ચર્ચા થવાને કારણે તેને કેબિનેટમાં થનાર સંભવિત ફેરફાર સાથે જોડીને જોવામાં આવી રહી છે. પરંતુ
હજુ કેબિનેટમાં ફેરફારની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
મંત્રીઓના કામકાજની બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે સરકારના સ્તર પર અલગ-અલગ મંત્રાલયોના પ્રદૃર્શન પર નજર રાખવામાં આવી રહી છે. તેવામાં સોમવારની બેઠકમાં થનાર ચર્ચા આગળના નિર્ણય માટે મહત્વની સાબિત થઈ શકે છે.
