કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ સીઝનની પ્રથમ હિમવર્ષા થતા તાપમાનમાં ઘટાડો થયો છે. કાશ્મીરના બાંદૃીપોરા જિલ્લાની ગુરેજ ઘાટી, જોજિલા પાસ, ગુમરી સ્ોકટર, ગુલમર્ગ, અફરવાટર ઘટાડો અન્ો પીર પંજાબમાં થયેલી હિમ વર્ષાના પગલે સમગ્ર પહાડી ઢોળાવો પર સફેદૃ બરફની ચાદૃર છવાયેલી છે. સીઝની પ્રથમ બરફવર્ષાનો આનંદૃ માણવા વીક એન્ડ દૃરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે.
ઉત્તર કાશ્મીરના બાંદૃીપોરા જિલ્લાની ગુરેઝ ઘાટીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ છે. લદૃાખ સરહદૃ નજીક આવેલા કાબુલ ગલીમાં હિમવર્ષા થતાં તુલૈલ ઘાટી બરફની સફેદૃ ચાદૃરથી ઢંકાઈ ગઈ. આહલાદૃક દ્રશ્યો સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ બરફવર્ષાથી ઘાટીની સુંદૃરતામાં વધારો થયો છે અને પ્રવાસીઓની અવરજવર વધવાની શક્યતા છે. શિયાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર કાશ્મીરના બાંદિૃપોરા જિલ્લામાં આવેલી ગુરેઝ ઘાટીની રમણીય તુલૈલ ઘાટીમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક વધી ગઈ છે. લદૃાખ સરહદૃની નજીક આવેલા કાબુલ ગલીમાં થયેલી આ બરફવર્ષાએ ઘાટીની સુંદૃરતામાં વધારો કર્યો છે. શિયાળાની ઋતુની શરૂઆતની સાથે જ આ વિસ્તાર બરફની સફેદૃ ચાદૃરથી ઢંકાઈ ગયો છે.
લદૃાખ કેન્દ્રશાસિત પ્રદૃેશની સરહદૃની નજીક સ્થિત કાબુલ ગલી ગુરેઝના સૌથી વધુ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં સામેલ છે. આ વિસ્તારમાં મોસમની શરૂઆતમાં જ બરફવર્ષા જોવા મળે છે. બરફવર્ષા બાદૃ પહાડોએ સફેદૃ ચાદૃર ઓઢી લીધી છે, જેનાથી આખી તુલૈલ ઘાટીની સુંદૃરતા વધુ નિખરી ઉઠી છે.કાબુલ ગલીમાં થયેલી આ પહેલી બરફવર્ષાથી ઘાટીનો નજારો અત્યંત મનમોહક બની ગયો છે.
