ચૂંટણીપંચની નિર્ણય લેવાની પ્રક્રિયા ચકાસશે સુપ્રીમ

ચૂંટણીપંચમાં મતભેદૃો અંગ્ોનો વિવાદૃ કાન્ાૂની મુદ્દો પણ બન્યો

વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સંમત:ચીફ જસ્ટિસની બ્ોંચ સમક્ષ વિવાદૃ પહોંચ્યો

દેશના મુખ્ય ચુંટણી કમિશ્ર્નર અને બે ચુંટણી કમિશ્ર્નરો વચ્ચેના મતભેદનો ઘટ્ટસ્ફોટ થયા બાદ એક તરફ વિપક્ષો હવે મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર જ્ઞાનેશકુમારને ભીડવવા આંદોલન સહિતના કાર્યક્રમો શરુ કર્યા છે અને તેમનું રાજીનામુ માંગી રહ્યા છે તે સમયે આ વિવાદ હવે સુપ્રીમકોર્ટમાં પણ પહોંચ્યો છે અને ચુંટણી પંચમાં મતભેદ મુદે થયેલી એક રિટ અરજી પર વ્હેલી સુનાવણી કરવા સર્વોચ્ચ અદાલતે સંમતિ દર્શાવી છે. ખાસ કરીને ચુંટણીપંચ જે રીતે કામ કરી રહ્યુ છે અને તેમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં જે રીતે પંચ તેના કાનુની માર્ગરેખા કે જેમાં સંયુક્ત નિર્ણય અથવા તો બહુમતીથી નિર્ણય લેવાના હોય છે તેને ઉવેઠીને મુખ્ય ચુંટણી કમિશ્ર્નર પોતે નિર્ણયો લઈ રહ્યા છે તે મુદે સર્વોચ્ચ અદાલત સુનાવણી કરશે. હાલમાં જ બે ચુંટણી કમિશ્ર્નરોએ 14 જેટલા મુદાઓ પર ગંભીર મતભેદો હોવા છતાં પણ મુખ્ય ચુંટણી કમિશ્ર્નરે પોતે જ નિર્ણય લઈ લીધા તે ઘટ્ટસ્ફોટ થયા બાદ રાજકીય મુદો બન્યો છે તે વચ્ચે હવે સીનીયર ધારાશાસ્ત્રી વિકાસસિંઘએ સુપ્રીમ કોર્ટમાં આ અંગે કરેલી અરજી પર સર્વોચ્ચ અદાલત વ્હેલી સુનાવણી કરશે અને તેમાં ચુંટણીપંચની નિર્ણય લેવાની પદ્ધતિ પર ખાસ વિચારણા કરશે.

રિલેટેડ ન્યૂઝ