તા.4 ઓક્ટોબર ડો. ડોડિયાને સન્માન પત્ર અર્પણ કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર ડો .જયદીપસિંહ ડોડિયાના અધ્પાપન ક્ષેત્રે કુલ ચાર દાયકાના અને સૌરાષ્ટ્ યુનિવર્સિટી ખાતે 28 વર્ષના સ્મરણીય સેવાકાળ બાદ 31 ઓક્ટોબર, 2026ના રોજ વયનિવૃત્ત થતા હોઈ તેમને સન્માનપત્ર અર્પણ કરીને વિશિષ્ટ ઢબે સન્માનિત કરવાનો એક વિશિષ્ટ ઉપક્રમ 4 ઓક્ટોબર , 2026, રવિવારની ઢળતી સાંજે 5 કલાકે મનુભાઈ વોરા ઓપન એર થિયેટર , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાઉસિંગ સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે યોજાઈ રહ્યો છે. પસિઝન્સ સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટથ અને મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશનપના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રળિયામણાં કાર્યક્રમનું પ્રમુખસ્થાન પ્રોફે. ઉત્પલ જોષી, કુલપતિ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શોભાવશે. મુખ્ય મહેમાન તરીકે ડો. કમલેશ જોષીપુરા, ભૂતપૂર્વ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ ઉપક્રમની આભામાં ઉમેરણ કરશે. ઉપરાંત, ડો.કલ્પક ત્રિવેદી, ભૂતપૂર્વ ઉપકુલપતિ , તથા અનુપમભાઈ દોશી, પ્રણેતા , પસાહિત્ય સેતુથ અને ડો. રાજેશ કાલરિયા, ડિરેક્ટર , પસૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટથની વિશિષ્ટ ઉપસ્થિતિ આ કાર્યક્રમની ગરિમા વધારશે. આ ઉપરાંત સર્વ સંજુ વાળા, દિલીપ જોષી, મહેન્દ્ર જોષી, જય છનિયારા તેમ જ આર.પી.જોષી વગેરે સાહિત્ય- કલાક્ષેત્રના મર્મજ્ઞ મિત્રો આ ઉપક્રમને વિશેષ રીતે રમણીય, સ્મરણીય અને શ્રવણીય બનાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને અધ્યાપક અગ્રણી પ્રો. જયદિપસિંહ ડોડિયા તેમની યુનિવર્સિટી સેવાના 28 વર્ષ પુરા કરી તા. 1998માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયાં. એ પહેલા રાજકોટની એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ અને માંગરોળની શારદાગ્રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અંગ્રેજીનાં અઘ્યાપક તરીકે ફરજ બજાવેલ. 1998માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની કારકિર્દી શરુ કરનાર પ્રો. જયદિપસિંહ ડોડિયા સેનેટ સભ્ય, સીન્ડીકેટ સભ્ય તેમજ વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વર્ષ 2013 માં તત્કાલીન કુલપતિ ડો. મહેન્દ્રભાઈ પાડલીયા લંડનના પ્રવાસે ગયા ત્યારે ગુજરાતનાં તત્કાલીન રાજ્યપાલ ડો. કમલા બેનીવાલે કાર્યકારી કુલપતિ તરીકે પ્રો. ડોડીયાની નિમણૂંક કરી હતી. પ્રો.જયદિપસિંહ ડોડીયાનો વર્ષ 2013 માં કાર્યકારી કુલપતિ તરીકેનો ખુબ જ અલ્પ સમય ગાળો ગુજરાત રાજ્યનું શિક્ષણ જગત લાંબા સમય સુધી યાદ રાખે તેવો યશશ્ર્વી રહ્યો હતો.
