શેરબજારમાં બ્લેક મન્ડે : રોકાણકારોએ રૂા. ૭ લાખ કરોડ ગુમાવ્યા

સ્ોન્સ્ોક્સમાં ૧૧૨૪ પોઈન્ટનો અન્ો નિટીમાં ૩૬૦ પોઈન્ટનો કડાકો

ઘટાડા સાથે સ્ોન્સ્ોક્સ ૭૨૭૭૨ અન્ો નિટી ૨૨,૭૮૦ના સ્તર પર બંધ:આક્રમક વેચવાલી

ભારતીય શેર બજારમાં સતત આઠમા અઠવાડિયે ઘટાડો રહૃાો છે. સોમવારે સેન્સેક્સ ૧૧૨૪ અંક એટલે કે ૧.૫૨%ના ઘટાડા સાથે ૭૨,૭૭૨ પર બંધ થયો. બીજી તરફ, નિટીમાં ૩૬૦ અંક એટલે કે ૧.૫૬%નો ઘટાડો રહૃાો અને તે ૨૨,૭૮૦ પર બંધ થયો. બેિંક્ધગ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી.
બજારમાં ઘટાડાનું કારણ વેચવાલી રહી. તેના કારણે રોકાણકારોની સંપત્તિ રૂા.૭ લાખ કરોડથી વધુ ઘટી ગઈ. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે મ્જીઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ લગભગ રૂા.૪૮૨ લાખ કરોડ હતું, જે આજે ઘટીને રૂા. ૪૭૫ લાખ કરોડ રહી ગયું.
સંપત્તિમાં ઘટાડાન્ો એક ઉદૃાહરણથી સમજીએ તો ધારો કે રામ કુમારે શેરબજારમાં રૂા.૧૦ હજારમાં કોઈ કંપનીના ૧૦ શેર ખરીદ્યા. બાદૃમાં બજારમાં ઘટાડાને કારણે તેના આ શેરોની િંકમત ઘટીને રૂા.૮ હજાર રહી ગઈ. પરંતુ રામ કુમારે આ શેરો હજુ વેચ્યા નથી.
બજાર ઘટવાના ત્રણ મુખ્ય કારણોમાં અમેરિકા-ઈરાન વચ્ચે ટૂંક સમયમાં ડીલ થવાની શક્યતા દૃેખાઈ રહી નથી, જેના કારણે તણાવ યથાવત છે. બીજી તરફ રશિયા-યુક્રેન વચ્ચેનો તણાવ પણ વધવા લાગ્યો છે. તેના કારણે બજાર પર દૃબાણ યથાવત છે. પછી બ્રેન્ટ ક્રૂડ લગભગ ૧૦૭ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને િંચતાને કારણે ઓઈલના પુરવઠાને અસર થવાનો ભય છે. મોંઘું ઓઈલ ભારત માટે િંચતાનો વિષય છે, કારણ કે તેનાથી ઓઈલની આયાતનો ખર્ચ, મોંઘવારી અને રૂપિયા પરનું દૃબાણ વધી શકે છે. અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધવાથી રોકાણકારોની િંચતા વધી રહી છે. ૧૦ વર્ષના અમેરિકન ટ્રેઝરી યીલ્ડ વધીને ૫.૧૧% પર પહોંચી ગઈ છે, જે ૨૦૦૭ પછીનું સૌથી ઊંચું સ્તર છે.
બોન્ડ યીલ્ડ એટલે કોઈ સરકારી બોન્ડ પર મળતું વાર્ષિક વળતર, જે કોઈ એક સંસ્થા અથવા સરકાર સીધી રીતે નક્કી કરતી નથી, પરંતુ બજારમાં ખરીદૃ-વેચાણ અને માંગ-પુરવઠાના આધારે નક્કી થાય છે. જ્યારે રોકાણકારો બોન્ડ વેચે છે, ત્યારે બોન્ડની િંકમત ઘટે છે અને યીલ્ડ (વળતર) વધી જાય છે.
અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદૃર નીતિઓ અને મોંઘવારી તેની પર સૌથી વધુ અસર કરે છે. આ યીલ્ડ વધવાથી ડોલરમાં રોકાણ વધુ આકર્ષક બની જાય છે, જેના કારણે વિદૃેશી રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી નાણાં કાઢીને અમેરિકામાં રોકાણ કરવા લાગે છે.

રિલેટેડ ન્યૂઝ