જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ, રાજકોટ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સયુંકત ઉપક્રમે વિવેકાનંદ ઇનડોર સ્ટેડીયમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વર્ષ 2026-27 અંતર્ગત આંતર કોલેજ કુસ્તી (ગ્રીકો રોમન) ભાઈઓ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારંભમાં અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, મુખ્ય મહેમાનપદે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.યજ્ઞેશભાઈ જોશી, કોલેજના પ્રિન્સિપાલ ડો. પ્રીતિબેન ગણાત્રા, સ્પર્ધાના ઓબ્ઝર્વર ડો. દેવેન્શ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ રમતની ભાવના અને ઉચ્ચ કક્ષાનું રમત કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. સ્પર્ધાના પરિણામો પ્રથમ ક્રમ : જી. કે. સી. કે. બોસમીયા કોલેજ, જેતપુર, દ્વિતીય ક્રમ : જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ, રાજકોટ, તૃતીય ક્રમ: એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર આ સમગ્ર આયોજન ડો. પ્રીતિબેન ગણાત્રાના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણના અધ્યાપક ડો. એચ.આર. ભાલીયાએ કરેલ અને ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશ મહેતાએ કરેલ હતું તેમજ આ સ્પર્ધામાં આયોજન સમિતિ, સ્ટાફ, રમત અધિકારીઓ, સ્વયં સેવકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. કુલપતિ ડો. ઉત્પલ જોષી, રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ બી. રાબાએ આયોજન બદલ આયોજક સંસ્થા જે જે કુંડલિયા કોમર્સ કોલેજ રાજકોટ ને ઓબ્ઝર્વર, રમત અધિકારીઓ, ખેલાડીઓ તથા વિજેતા ટીમોને અભિનંદન પાઠવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
એઈમ્સ રાજકોટ ખાતે 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી
આયુર્વેદ ઓ.પી.ડીમાં 4,500થી વધુ દર્દીઓએ સારવાર લીધી 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે એઈમ્સ રાજકોટ ખાતે આયુર્વેદ... -
રાજકોટ: મેડીકલમાં તોડફોડ કરનાર ટોળકી મુંબઈથી ઝડપાઇ
દવા લેવા આવેલી મહિલાને અન્ય કાઉન્ટર પરથી દવા લેવાનું કહેતા નામચીન શખ્સે ધમાલ મચાવી‘તી શહેરના રૈયા... -
પંડીત દિન દયાળ ઉપાઘ્યાય રાષ્ટ્રજીવનને નવી દિશા આપનાર દ્રષ્ટા હતા: રાજુભાઇ ધ્રુવ
પંડીત વિચાર મંચ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાઇ ભારતીય જનસંઘના પ્રખર વિચારક, રાષ્ટ્રનિષ્ઠ નેતા તથા એકાત્મ માનવવાદ...
