વિરાટે સૌથી ઝડપી ૧૫ હજાર રન બનાવ્યા; સચિનનો રેકોર્ડ તોડ્યો
પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને ૮ વિકેટથી પરાજય આપ્યો
ભારતે વેસ્ટ ઇન્ડીઝને પહેલી વન-ડેમાં ૮ વિકેટે હરાવ્યું છે. તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝે પહેલા બેિંટગ કરતા ૫૦ ઓવરમાં ૭ વિકેટ પર ૨૯૫ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ૪૧.૪ ઓવરમાં ૨ વિકેટ પર ૩૦૦ રન બનાવીને જીત મેળવી લીધી. આ જીત સાથે ભારતે ૩ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.
ભારતની જીતના હીરો વિરાટ કોહલી અને કેપ્ટન શુભમન ગિલ રહૃાા. વિરાટ કોહલી નોટઆઉટ ૧૩૯ રનની ઇિંનગ રમી. કોહલી ઝમકદૃાર ૯ સિકસર અન્ો ૧૦ ચોગ્ગા સાથે અણનમ રહૃાો હતો. તેણે વન-ડેમાં ૫૫મી અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૮૬મી સેન્ચુરી ફટકારી. તે વન-ડેમાં સૌથી ઝડપી ૧૫ હજાર રન બનાવનારો બેટર પણ બન્યો. તેણે ૩૦૩ ઇિંનગ્સમાં આ પરાક્રમ કર્યું. કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. સચિને ૨૦૦૭માં સાઉથ આફ્રિકા સામે ૩૭૭ ઇિંનગ્સમાં ૧૫ હજાર વન-ડે રન પૂરા કર્યા હતા.
કેપ્ટન શુભમન ગિલે વન-ડે કરિયરની ૧૦મી સેન્ચુરી ફટકારી. તેણે ૧૧૦ રનની ઇિંનગ રમી. આ પહેલાં વેસ્ટ ઇન્ડીઝે ટૉસ હારતા પહેલા બેિંટગ કરી. જસ્ટિન ગ્રીવ્સે ૧૦૮ બોલમાં ૧૦૧ રનની ઇિંનગ રમી. જોન કેમ્પબેલે ૬૨ રન બનાવ્યા, જ્યારે આમીર જંગુ ૫૮ રન બનાવીને અણનમ રહૃાો. ભારત તરફથી કુલદૃીપ યાદૃવે ૪ વિકેટ લીધી. પ્રસિદ્ધ ક્રિષ્નાને ૨ અને નીતિશ રેડ્ડીને એક વિકેટ મળી.
વિરાટ કોહલી વન-ડેમાં સૌથી ઝડપી ૧૫ હજાર રન બનાવનારો બેટર બન્યો છે. તેણે ૩૦૩ ઇિંનગ્સમાં આ પરાક્રમ કર્યું. કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. સચિને ૨૦૦૭માં સાઉથ આફ્રિકા સામે ૩૭૭ ઇિંનગ્સમાં ૧૫ હજાર રન પૂરા કર્યા હતા.
શુભમન ગિલે ૧૦મી સદૃી ફટકારી છે. તે ૧૧૦ રન બનાવીને આઉટ થયો. તેના અને કોહલી વચ્ચે બીજી વિકેટ માટે ૧૫૧ રનની પાર્ટનરશીપ થઈ. રોહિત શર્મા ૩૨ રન બનાવીને આઉટ થયો. તેને અલ્ઝારી જોસેફે આઉટ કર્યો.
વિરાટ કોહલીએ ૩૮મી ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટકારીને વન-ડે કરિયરની ૫૫મી સેન્ચુરી પૂરી કરી. આ એની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૮૬મી સદૃી છે.
શુભમન ગિલ ૧૧૦ રન બનાવીને આઉટ થઈ ગયો. ૩૪મી ઓવરમાં રોસ્ટન ચેઝના બોલ પર ગિલે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પણ ડીપ મિડ-વિકેટ પર કેચ આપી બેઠો.
૨૯મી ઓવરમાં વિરાટ કોહલીએ અલ્ઝારી જોસેફના બોલ પર સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા. ૨૮.૫ ઓવરમાં કોહલીએ પુલ શૉટ મારીને ચોગ્ગો લગાવ્યો અને ૧૫ હજાર વન-ડે રન પૂરા કર્યા. તે આ સિદ્ધિ મેળવનારો દૃુનિયાનો માત્ર બીજો બેટર બન્યો. પછીના બોલ પર પણ તેણે ચોગ્ગો ફટકાર્યો.
વેસ્ટઇન્ડિઝના ઓપનર જસ્ટિન ગ્રીવ્સ અન્ો કેમ્પબ્ોલે શાનદૃાર શરૂઆત કરી હતી. જેમાં ગ્રીવ્સ્ો ૧૦૧ રન બનાવ્યા હતા અન્ો કેમ્પ્ોબ્ોલે ૬૨ રન બનાવી આઉટ થયા હતા.
ભારત તરફથી સ્પીનર કુલદૃીપ યાદૃવે ૪૦ રન આપીન્ો વેસ્ટઇન્ડિઝની ચાર વિકેટ ઝડપી હતી. ઝડપી બોલર પ્રસિધ્ધ ક્રિશ્ર્નાએ પણ ૧૦ ઓવરમાં ૬૦ રન આપીન્ો બ્ો વિકેટ ઝડપી હતી.
