નિરંજન શાહ સ્ટેડીયમમાં ભારત U-19નો ભવ્ય વિજય

બીસીસીઆઇની એપેક્ષ કાઉન્સિલના મેમ્બર શ્રી જયદેવભાઇ શાહે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી

ભારત અને ઓસ્ટ્રેલીયા ઞ-19ની ટીમ વચ્ચે રમાયેલી ત્રણ વન-ડે મેચની સીરીઝમાં ઓસ્ટ્રેલીયાનો વ્હાઇટ વોશ

કેપ્ટન લક્ષ્ય રાયચંદનાની 106 બોલમાં 9 ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી અણનમ 110 રનની શાનદાર ઇનિંગ્સ: સહેવાગના પુત્ર આર્યવીરે 34 રન બનાવ્યા: સૌરાષ્ટ્રના મોહિત ઉલવા અને આર્યન સવસાણી ઝળકયા

સૌરાષ્ટ્રના બન્ને ખેલાડી ઝળક્યા
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ જેમના માટે હોમ ગ્રાઉન્ડ કહી શકાય તેવા બે ખેલાડી મોહીત ઉલ્વા અને આર્યન સવસાણીને સ્થાન મળ્યું હતું. જેમાં મોહિત ઉલ્વાએ 9.3 ઓવરમાં એક મેડન ઓવર સાથે 43 રન આપી 3 વિકેટ મેળવી હતી. જયારે આર્યન સવસાણીએ ટીમમાં ડેબ્યુ કરી પ્રથમ મેચમાં 6 ઓવરમાં 39 રન આપી એક વિકેટ મેળવી હતી.

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં રમાઇ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા યુ-19ની ત્રણ વન-ડે મેચની સીરીઝના ત્રીજા મેચમાં ભારતે મેચ જીતીને સીરીઝ પર કબજો કર્યો હતો. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ અણનમ સદી ફટકારી હતી તો સહેવાગ પુત્ર આર્યવીર સહેવાગે 34 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રના મોહિત ઉલવા અને આર્યન સવસાણી ઝળકયા હતા. આર્યન સવસાણીએ ટીમમાં ડેબ્યુ કર પ્રથમ મેચમાં 6 ઓવરમાં 39 રન આપી એક વિકેટ મેળવી હતી.
ભારત અને ઓસ્ટ્રેલીયાની યુ-19 ટીમના ત્રણ યુથ વન-ડે મેચની સીરીઝનો રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમમાં તા.18 સપ્ટેબરથી પ્રારંભ થયો હતો. તા.23ને બુધવારે રમાયેલી ત્રીજી અને આખરી વન-ડે મેચમાં ભારત યુ-19ની ટીમે જીત મેળવીને સીરીઝ 3-0થી પોતાના નામે કરી હતી.
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારત અને ઓસ્ટ્રેલીયાની યુ-19 ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલીયાની ટીમે 49.3 ઓવરમાં 254 રનમાં સમેટાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલીયા તરફથી બેટીંગમાં ઉતરેલા ઓપનિંગ બેટસમેન ઝેડ હોલીકે 88 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 87 રન, નીલ પટેલે 71 બોલમાં એક ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં ભારતીય બોલર મોહીત ઉલવા અને મનલ ચૌહાણે 3-3 વિકેટ મેળવી હતી. આ મેચમાં ડેબ્યુ કરનાર સૌરાષ્ટ્રના ખેલાડી આર્યન સવસાણીએ 7 ઓવરમાં 39 રન આપી એક વિકેટ મેળવી હતી.
255 રનના લક્ષ્યાંકને પાર કરવા ઉતરેલી ભારતની યુ-19ની ટીમ પહેલા બોલથી જ આક્રમક મુડમાન દેખાઇ હતી. ઇન્ડીયા યુ-19એ 41.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ભારતીય યુ-19 ટીમના કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ 106 બોલમાં અણનમ 110 રન બનાવ્યા હતા. જયારે પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીરે 34 રનની સ્ફોટક ઇનીંગ્સ રમી હતી. લક્ષ્ય અને આર્યવીરે પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. મેથ્યુ પીટઝની બોલીંગમાં આર્યવીર કેચ આુટ થયો હતો. વિકે વિનિત 10 રન બનાવી પેવેલીયન પરત ફર્યો હતો. ત્યારબાદ કુશાગ્ર ઓઝા અને લક્ષ્યએ ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. કુશાગ્ર 45 રન બનાવીને આઉટ થયો હતો.
ત્યારબાદ અર્જુન રાજપુત ખાતુ ખોલાવી શકયા બોલ્ડ થતા પેવેલીયન પરત ફર્યો હતો. ત્યારબાદ લક્ષ્ય અને રજત બધેલે ઇનિંગ્સ સંભાળી હતી. બન્નેએ પાંચમી વિકેટ અણનમ 80 રનની ભાગીદારી કરી હતી. લક્ષ્યે 110 રનની ઇનિંગ્સમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જયારે રજતે 34 બોલમાં 44 રન બનાવી અણનમ રહ્યા હતા. ભારતે 41.2 ઓવરમાં 255 રન બનાવીને મેચ અને સીરીઝ પોતાના નામે કરી હતી.
નિરંજન શાહ સ્ટેડીયમમાં બીસીસીઆઇ એપેક્ષ કાઉન્સિલના મેમ્બર શ્રી જયદેવભાઇ શાહે મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ સહીતની ટ્રોફી ખેલાડીઓને આપી ભારતીય યુ-19 ટીમને જીતની શુભકામનાઓ પાઠવી હતી.

રિલેટેડ ન્યૂઝ