ચૂંટણી અધિકારીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનો રાજ્યવ્યાપી વિરોધ

મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અને ‘વોટ ચોરી’ ના આક્ષેપોના મુદ્દે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ શરૂસેકશન રોડ પર રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી તરફ ચૂંટણી અધિકારીના રાજીનામાની માંગણી સાથેનું આવેદનપત્ર આપવા જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે રેલીને અટકાવી કોંગ્રેસ.ના જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. તમામને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યા હતાં. બીજી તરફ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ની આગેવાનીમાં લાલબંગલા સર્કલ પાસે પણ ‘વોટ ચોરી’ ના મુદ્દે ધરણા-વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી અને મતદાર યાદી સંબંધિત મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ અહીં પણ વિરોધ પ્રદર્શન અટકાવી શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. આમ ‘વોટ ચોરી’ ના આક્ષેપોના મુદ્દે કોંગ્રેસ દ્વારા યોજાયેલા બન્ને વિરોધ પ્રદર્શનને પોલીસે અટકાવી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.તો બીજી તરફ રાજકોટમાં કોંગ્રેસના યુવા ર્કાકરને જ્ઞશનેશકુમારનું મુખોટુ પહેરાવી દોરડાથી બાંધીને પકડીને કલેકટર કચેરીએ લઈ જવાયા હતા. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના આગેવાનોએ એસ.આઇ.આર.ની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
(તસ્વીર: પરેશ ફલીયા-જામનગર, પ્રવીણ સેદાણી-રાજકોટ)

રિલેટેડ ન્યૂઝ