CDSCOની ચેતવણી પેનકિલર અને એન્ટિબાયોટિક્સ લેવાથી કિડનીને નુકસાન થઈ શકે

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ડૉક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી પેનકિલર (દૃર્દૃ નિવારક દૃવાઓ) અને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવાથી કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે આ પ્રકારની દૃવાઓનો અતિશય અને અનિયમિત સેવન ક્રોનિક કિડની ડિસિઝનું મુખ્ય કારણ બની શકે છે.
સામાન્ય રીતે માથાનો દૃુખાવો, સાંધાનો દૃુખાવો કે શરીરમાં થતી સામાન્ય પીડા માટે લોકો કોઈપણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર સીધી જ મેડિકલમાંથી પેનકિલર ખરીદૃી લે છે. પરંતુ લાંબા સમય સુધી આવી દૃવાઓ લેવાથી કિડની પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ અંગે ડૉક્ટરોનું કહેવું છે કે, યુવાઓમાં પણ કિડની ખરાબ થવાના કેસો વધી રહૃાા છે, જેનું મોટું કારણ લાંબા સમય સુધી પેનકિલરનું સેવન છે.
ગંભીર કેસોમાં દૃર્દૃીઓને ડાયાલિસીસ પર રાખવાની નોબત પણ આવી જાય છે. જો સામાન્ય દૃર્દૃ હોય તો મહિનામાં એક કે બે દિૃવસ દૃવા લઈ શકાય, પરંતુ સતત દૃુખાવા માટે હંમેશા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. માત્ર પેનકિલર જ નહીં, પરંતુ શરદૃી, ખાંસી કે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં પણ લોકો જાતે જ એન્ટિબાયોટિક્સ ખાવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ