૧૪ યાત્રાળુઓ પૈકી ૩નું હેલિકોપ્ટરથી રેસ્કયુ, કેદારનાથ યાત્રા દરમ્યાન ભારે વરસાદ વચ્ચે સુરતના અલથાણના શ્રધ્ધાળુઓ ફસાયા

ફસાયેલી મહિલાએ રડતા-રડતા સરકાર પાસ્ો માંગી મદૃદૃ

ઉત્તરાખંડમાં કેદૃારનાથ યાત્રા દૃરમિયાન સતત વરસી રહેલા વરસાદૃના કારણે સુરતથી દૃર્શનાર્થે ગયેલા શ્રધ્ધાળુઓ ફસાસા હોવાનું પ્રકાશમાં આવ્યું છે શહેરના અલથાણા વિસ્તારના ૧૪ લોકોનું એક ગ્રુપ બાબા કેદૃારના દૃર્શન માટે ગયું હતું. જ્યાં હવામાન ખરાબ થતાં તમામ લોકો અટવાઈ પડ્યા હતા. એ પ્ૌકી ૩ સભ્યોનું સ્થાનિક પ્રશાસન દ્વારા હેલિકોપ્ટરથી રેસ્કયૂ કરી સલામત સ્થળે ખસ્ોડવામાં સફળતા મળી છે, પરંતુ બાકીના ૧૧ લોકો હજુ પણ ત્યાં જ ફસાયેલા છે. સ્થાનિક સ્તરેથી કોઇ યોગ્ય સહકાર કે પ્રત્યુત્તર ન મળતો હોવાનો આક્ષેપ કરીન્ો યાત્રીઓએ સરકાર તાત્કાલિક મદૃદૃ ત્ોવી માંગ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે અલથાણના રંજનબ્ોન પંચાલે કેદૃારનાથની એક દૃયદ્રાવક વીડિયો બનાવીન્ો સોશિયલ મીડીયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં ત્ોઓ અત્યંત ભાવુક બની, રડતાં-રડતાં જણાવી રહૃાા છે કે, ‘હું રંજન પંચાલ… અમે પરમ દિૃવસના કેદૃારનાથ આવ્યા છીએ. સતત વરસાદૃના કારણે અમે અહીંયા ફસાયા છીએ. ગુજરાત સરકારન્ો અપીલ કરું છું કે, અમન્ો અહીંયાથી સારી રીત્ો અમારા સ્થળે પહોંચાડવા માટે હેલ્પ કરે. અમારા ગ્રૂપમાં પણ બહુ બધા માણસો છે. પ્લીઝ અમન્ો મદૃદૃ કરો. આટલું બોલતાં જ ત્ોમની આંખોમાંથી અશ્રુ વહી નીકળ્યા હતા.
રંજનબહેન્ો વીડિયોના અંતમાં કેમેરો ફેરવીન્ો આસપાસ ફસાયેલા અન્ય શ્રધ્ધાળુઓ, ખુલ્લા આકાશ નીચે તંબુઓમાં આશરો લઇ રહેલા લોકો અને પહાડો પર છવાયેલા ધુમ્મસભર્યા વાતાવરણની સ્થિતિ દૃર્શાવી છે. બીજી તરફ, સુરતમાં રહેતા ત્ોમના પરિવારજનો પણ આ વીડીયો સામે આવ્યા બાદૃ ભારે િંચતામાં મુકાઇ ગયા છે. સ્થાનિક તંત્ર પ્ાૂરતી માહિતી કે સહાય ન આપતું હોવાથી હવે ગુજરાત સરકાર અને ડિઝાસ્ટર મેન્ોજમેન્ટ વિભાગ તાત્કાલિક ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્ક સાધી તમામ ૧૧ નાગરિકોન્ો એરલિફટ કરી સુરક્ષિત પરત લાવે ત્ોવી પ્રબળ માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ