યાત્રીગણ કૃપયા ધ્યાન દે…. રેલવે હવે યાત્રીને મેસેજ કરશે, કઈ ટ્રેનમાં જગ્યા ખાલી છે

તહેવારોમાં ઉપડનારી એ વિશેષ ટ્રેનોના યાત્રીઓને ખાલી બેઠકની માહિતી અપાશે

તહેવારોમાં બિહાર અને ઉતરપ્રદેશના વિભિન્ન શહેરોમાં જનારા યાત્રીઓને રેલવે મોટી સુવિધા આપવા જઈ રહ્યું છે. રેલવે યાત્રીઓને મોબાઈલ પર બે ખાસ રેલ ગાડીઓની માહિતી મોકલશે. જેમાં સીટ ઉપલબ્ધ છે. આના માટે રેલવેએ ગત એક વર્ષ દરમિયાન બિહાર અને યુપીની સફર કરનાર યાત્રીઓના મોબાઈલ નંબર એકત્ર કર્યા હતા. બલ્ક મેસેજ સુવિધાના માધ્યમથી તેમને વિશેષ ટ્રેનોની જાણકારી મોકલવામાં આવશે, જેથી તહેવારોમાં તેઓ ટિકીટ બુક કરાવી શકશે. ખરેખર તો દિવાળી અને છઠ પર બિહાર અને યુપીમાં આવેલ પોતાના ઘર જનારા યાત્રીઓ માટે સામાન્ય ટ્રેનોમાં હાલ સીટ ઉપલબ્ધ નથી, જયારે વિમાનનું ભાડું ડબલ થઈ ગયું છે. આ સ્થિતિમાં વિશેષ ટ્રેનોનો જ સહારો છે. ગત વર્ષે દેશભરમાં 12 હજારથી વધુ ફેરા ઉતર રેલવેએ સંચાલીત કર્યા હતા. જેના માધ્યમથી એક કરોડથી વધુ સીટો તહેવારોના સમયમાં યાત્રીઓને એ વિશેષ ટ્રેનોની જાણકારી આપશે, જેમાં સીટ ઉપલબ્ધ છે. ટ્રેનોના ફેરા વધશે: ઉતર રેલવે દ્વારા આ વર્ષે હજુ સુધીમાં વિશેષ ટ્રેનોના માધ્યમથી લગભગ 1000 ફેરા લગાવવાની જાહેરાત થઈ ચૂકી છે. જે આગામી ઓકટોબરના મધ્યથી માંડીને નવેમ્બર મહિનાના અંત સુધી ચાલશે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે વધુ વિશેષ રેલગાડીઓ ચલાવવાની યોજના રેલવેએ બનાવી છે, જેથી વધુને વધુ યાત્રીઓને લાભ થાય.

રિલેટેડ ન્યૂઝ