પૂણેના રિયલ એસ્ટેટ વ્યાપારી કેતન અગ્રવાલ (ઉં.વ.26)ની લોહાગઢ કિલ્લા પરથી પડી જવાથી થયેલાં રહસ્યમય મોત કેસમાં એક મહત્વનો સાક્ષી સામે આવ્યો છે. આ ચક્ષુદર્શી સાક્ષીએ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે કેતનની મંગેતર સિયા ગોયલના પ્રેમી ચેતન ચૌધરીને કેતનને કિલ્લાની ભેખડ પરથી ધક્કો મારતો નજરોનજર જોયો હતો. ઘટનાના પાંચ દિવસ બાદ સાક્ષીએ પોલીસ સ્ટેશને પહોંચી પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. સાક્ષીના જણાવ્યા મુજબ, હત્યા બાદ આરોપી ચેતને તેને પણ બનાવ અંગે મોં બંધ રાખવા અને નહીંતર કિલ્લા પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી.
ઘટનાના દિવસે સાક્ષી પોતાનાં મિત્રનાં પરિવાર સાથે લોહાગઢ કિલ્લાની મુલાકાતે ગયો હતો. કિલ્લાના પગથિયાં
