આ રિસર્ચ મુજબ, હવે માત્ર મજબૂત જીડીપી ગ્રોથ વિદૃેશી રોકાણકારોને ભારત તરફ આકર્ષવા માટે પૂરતો નથી રહૃાો
ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી પ્રગતિ છતાં વિદૃેશી રોકાણકારોનો ઉત્સાહ કેમ ઓછો દૃેખાઈ રહૃાો છે, તે બાબત પર બર્નસ્ટીન રિસર્ચ દ્વારા એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં ભારતીય શેરબજારમાંથી આશરે ૪૦ અબજ ડૉલરની વિદૃેશી મૂડી પરત ખેંચાઈ ચૂકી છે. આ રિસર્ચ મુજબ, હવે માત્ર મજબૂત જીડીપી ગ્રોથ વિદૃેશી રોકાણકારોને ભારત તરફ આકર્ષવા માટે પૂરતો નથી રહૃાો.એક સમય એવો હતો કે જ્યારે ભારતની આર્થિક વૃદ્ધિ અને વિદૃેશી રોકાણ વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત હતો; એટલે કે જીડીપી (ય્ડ્ઢઁ) વધવાની સાથે વિદૃેશી રોકાણ પણ વધતું જોવા મળતું હતું. જોકે, વર્ષ ૨૦૦૭ પછી આ બંને વચ્ચેના સંબંધો આ સંબંધો નબળા પડ્યા છે. તાજેતરના વર્ષોમાં પરિસ્થિતિ એવી રહી છે કે દૃેશની અર્થવ્યવસ્થા મજબૂત હોવા છતાં વિદૃેશી સંસ્થાકીય રોકાણકારો (હ્લૈૈંં)નું નાણું સતત બજારમાંથી બહાર જતું રહૃાું છે. આ બાબત સ્પષ્ટપણે દૃર્શાવે છે કે વિદૃેશી રોકાણકારો હવે માત્ર દૃેશનો આર્થિક વિકાસ જોઈને જ રોકાણ કરવાનો નિર્ણય નથી લેતા.
વિદૃેશી રોકાણકારોના નિર્ણયોમાં અગાઉ ભારત અને અમેરિકાના વ્યાજદૃર વચ્ચેનો તફાવત ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેતો હતો, પરંતુ છેલ્લા ૪થી ૫ વર્ષમાં આ સંબંધ નબળો પડ્યો છે. હાલના સમયમાં ડૉલર સામે રૂપિયાની વિનિમય સ્થિતિ વિદૃેશી રોકાણકારો માટે વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. બર્નસ્ટીનના આંકડા અનુસાર, તાજેતરના સમયમાં હ્લૈૈંં ઇન્લો અને રૂપિયાની ચાલ વચ્ચેનો સંબંધ આશરે ૭૨.૯ ટકા જેટલો રહૃાો છે.
