વિસાવદરમાં નિ:શુલ્ક નેત્રયજ્ઞ, સર્વરોગ નિદાન કેમ્પનો 197 દર્દીઓએ લાભ લીધો

ગાઠાણી સાર્વજનીક હોસ્પિટલમાં કેમ્પ સંપન્ન

વિસાવદર માં તારીખ 27 ને રવિવાર ના રોજ ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ વિસાવદર ખાતે ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ તેમજ લાયન્સ કલબ વિસાવદર ના સયુંકત ઉપક્રમે દાતાશ્રીઓના આર્થિક સહયોગ સાથે આગમ દિવાકર પૂજય ગુરૂદેવ જનકમુનિ મહારાજ સાહેબ તેમજ શાસ્ર વિશારદ પૂજય મનોહરમૂનિ મહારાજ સાહેબ ના અંતરિક્ષથી આશીર્વાદ સાથે ગોપાણી સર્વરોગ નિદાન તથા સારવાર કેન્દ્ર વિસાવદર , ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ તેમજ લાયન્સ કલબ વિસાવદર દ્વારા દાતાઓ જનકગુરૂ ભકત વિજયભાઈ બાલારામ મ્હાત્રે ના સ્મરણાર્થે હસ્તે સુધાબેન વિજયભાઈ મહાત્રે તેમજ જનકગુરૂ ભકત જયેશભાઈ પ્રતાપરાય ઠકકર ના સ્મરણાર્થે હસ્તે ઈલાબેન જયેશભાઈ ઠકકર ના આર્થિક સહયોગથી નિષ્ણાંત ડોક્ટરો દ્વારા રવિવાર ના રોજ સમય સવારનાં 9-00 થી બપોરનાં 1-00 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાય ગયો .
વિસાવદર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી જરૂરિયાતમંદ દર્દીઓએ બહોળી સંખ્યામાં સેવાનો લાભ લીધેલ. કેમ્પ દરમ્યાન આંખ વિભાગમાં 70, ઓર્થોપેડિક વિભાગમાં 78,જનરલ વિભાગમાં 16, એમડી દ્વારા 10, એક્સરે 23 દર્દીઓએ વિના મૂલ્યે સેવા નો લાભ લીધેલ તેમજ આંખ વિભાગમાં 13 દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવેલ આમ કેમ્પ દરમિયાન કુલ 197 દર્દીઓએ વિનામૂલ્યે સેવા નો લાભ લીધેલ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવેલ. કેમ્પ દરમ્યાન આંખ વિભાગમાં ડો. વિપુલ માકડીયા, ડો. બ્રિજેશકુમાર એ પટેલ ઓર્થો વિભાગમાં ડો. દેવમ દવે, સર્જીકલ વિભાગમાં ડો. કુલદિપ વાણવી તેમજ ડાયાબિટીસ તથા જનરલ વિભાગમાં ડો. દ્વારકેશ ટીલારા એ પોતપોતાની બહુમૂલ્ય સેવાઓ આપેલ આ ઉપરાંત મેડિકલ સ્ટાફ રાજેશભાઈ હળવદિયા, એક્સરે વિભાગમાં ધર્મેશ વ્યાસ સહિતનાં એ સેવા આપી સેવાયજ્ઞ ને સફળ બનાવેલ
કેમ્પ દરમિયાન લાયન્સ કલબ વિસાવદર ના મેન્ટર લાયન ભાસ્કરભાઈ જોશી, વિસાવદર લાયન્સ કલબ ના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ, પૂર્વ પ્રેસિડેન્ટ લાયન ઓમપ્રકાશભાઈ ભટ્ટ, નિવૃત્ત શિક્ષક ભરતભાઈ ભાલીયા, ડો. જગદીશભાઈ નિમાવત, પ્રફુલ્લભાઈ જોશી તેમજ વિસાવદર જૈન સમાજના અગ્રણી રાજુભાઈ કમાણી સહિતનાં મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેલ.

રિલેટેડ ન્યૂઝ