ગીર સોમનાથ જિલ્લામાં વીજ તંત્રની મેગા ડીસ કનેકશન ડ્રાઈવ; 145 વીજ જોડાણ કટ

1261 ગ્રાહકોએ વીજ ડિસ કનેકશન પૂર્વે રૂ. 85.24 લાખની બાકી રકમ ચુકવી

પીજીવીસીએલ, વેરાવળ વિભાગ દ્વારા વીજ બિલની બાકી લેણી વસૂલાતને વેગ આપવા તથા વીજ ગ્રાહકોમાં સમયસર વીજ બિલ ભરવા અંગે જાગૃતિ લાવવાના હેતુથી તા.29/09/2026 ના રોજ મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ અંતર્ગત વેરાવળ વિભાગની તમામ પેટા વિભાગીય કચેરીઓમાં કુલ 95 ટીમો દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી.
આ ડ્રાઇવ દરમિયાન 1,261 વીજ ગ્રાહકોએ ડીસ કનેક્શન પૂર્વે રૂ. 85.24 લાખની બાકી રકમ ભરપાઈ કરી હતી, જ્યારે 145 વીજ જોડાણોનું ડીસ કનેક્શન કરવામાં આવ્યું હતું જેની રકમ રૂ 22.72 લાખ છે. આમ, કુલ 1,406 વીજ ગ્રાહકો પાસેથી રૂ.107.96 લાખની વસૂલાત કરવામાં આવી હતી.
ડીસ કનેક્શન કરાયેલ વીજ જોડાણો પૈકી 72 જોડાણો માટે રૂ. 6.53 લાખના રિકનેક્શન ચાર્જ ની વસૂલાત કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં અંકોલવાડી, પ્રભાસ પાટણ, પ્રાચી, સુત્રાપાડા, તાલાળા, વેરાવળ ટાઉન અને વેરાવળ જી.આઈ.ડી.સી. પેટા વિભાગની ટીમોએ સક્રિય ભાગ લીધો હતો.
પીજીવીસીએલ દ્વારા તમામ વીજ ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના વીજ બિલની બાકી રકમ સમયસર ભરી ડીસ કનેક્શન જેવી કાર્યવાહી ટાળે તથા વીજ વિતરણ વ્યવસ્થાની કાર્યક્ષમતા જાળવવામાં સહયોગ આપે તેમ યાદીમાં જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ