13 ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા : ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
ગીરગઢડાના બેડિયા ગામ નજીક કપાસ ભરવા આવેલો ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બેના મોત નિપજ્યા હતાં. જ્યારે 13 ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ગીર ગઢડા તાલુકાના ધોકડવા અને બેડીયા વચ્ચે પેટ્રોલપંપ પાસે સવારે ગુજરાતના પૂર્વી બોર્ડર પર આવેલા દાહોદ જિલ્લાના ઝાલોદ ઉના તરફ આવતી નડિયાદ ડેપોની એસ ટી બસ ૠઉં 18 ણઝ 4481 અને ઊનાથી ખાંભા કપાસ ભરવા જતા ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત થતાં બે લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.પ્રાપ્ત થતી માહિતી અનુસાર ટ્રક ચાલક રાજુભાઈ અને સહાયક રવિભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.એસ ટી બસના ડ્રાઇવર પ્રતાપસિંહને પણ ગંભીર ઇજા પહોંચી હતી.અકસ્માત થતાં આસપાસના લોકો તથા મુસાફરો દ્વારા પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી.અંદાજિત 15 જેટલા મુસાફરોને સારવાર અર્થે ઊનની વિવિધ હોસ્પિટલોમાં ખસેડાયા હતા.અકસ્માત બાદ ગંભીર ટ્રાફિક જામ થતા પોલીસની ટીમો દ્વારા ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ૠજછઝઈની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્તો અંદાજિત સવારના 7:30 કલાકે ઊનાની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જેમાં 2 સામાન્ય તથા 13 જેટલા મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી હાલ તમામ સારવાર હેઠળ છે.
