આજથી બેંકોએ દરરોજ સવારે 10 વાગ્યા સુધીમાં FDના નવા વ્યાજ દર જાહેર કરવા પડશે

RBI દ્વારા બલ્ક FD માટે પારદર્શક નિયમો લાગું ; બેંકોની અલગ-અલગ શાખાઓમાં વ્યાજ દરનો મનસ્વી તફાવત હવે નહીં ચાલે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (છઇઈં) દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (ઋઉ)ના નિયમોમાં એક અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર 2026થી લાગું થઈ રહેલાં આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય મોટી રકમની થાપણો એટલે કે બલ્ક એફડી (ઇીહસ ઋઉ) પર મળતાં વ્યાજ દરોમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો છે. નવા નિયમ મુજબ હવેથી તમામ બેંકો માટે દરેક વર્કિંગ ડે પર પોતાની સત્તાવાર વેબસાઇટ પર બલ્ક એફડીના વ્યાજ દર જાહેર કરવા ફરજિયાત રહેશે. આ નવા નિયમ હેઠળ બેંકોએ દરેક કામકાજના દિવસે સવારે 10:00 વાગ્યા સુધીમાં પોતાનાં નવા વ્યાજ દરો વેબસાઇટ પર અપડેટ કરી દેવાનાં રહેશે, જેના માટે વધુમાં વધુ 10 મિનિટની વધારાની મુદત (સવારે 10:10 વાગ્યા સુધી) આપવામાં આવી છે. વેબસાઇટ પર જે દર દર્શાવવામાં આવશે, તે જ દિવસે એફડી કરાવનારા ગ્રાહકોને તે જ વ્યાજ આપવા માટે બેંકો કાયદાકીય રીતે બંધાયેલી રહેશે. સામાન્ય રીતે કોમર્શિયલ બેંકોમાં રૂા.3 કરોડ કે તેથી વધુ રકમની એફડીને બલ્ક ડિપોઝિટ ગણવામાં આવે છે, જેથી નાના કે સામાન્ય રોકાણકારોની એફડી પર આ ફેરફારની કોઈ અસર નહીં પડે.
અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે એક જ બેંકની અલગ-અલગ શાખાઓ મોટી રકમનું રોકાણ કરતાં ગ્રાહકોને પોતાની મરજી મુજબ અલગ-અલગ વ્યાજ દર ઓફર કરતી હતી. પરંતુ 1 ઓક્ટોબરથી આ મનસ્વી પ્રથાનો અંત આવશે. હવેથી એક જ દિવસે, સમાન રકમ અને સરખી સમયમર્યાદા ધરાવતી બલ્ક એફડી માટે એક જ બેંકની કોઈ પણ બ્રાન્ચ અલગ-અલગ વ્યાજ દર આપી શકશે નહીં. માત્ર લિક્વિડિટી કવરેજ રેશિયો (કઈછ) સંબંધિત વિશેષ કિસ્સાઓમાં જ બેંકોને દરોમાં તફાવત રાખવાની મંજૂરી મળશે. આ ફેરફારથી મોટી રકમનું રોકાણ કરતાં ગ્રાહકો, ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓને વ્યાજ દરોની સચોટ માહિતી દરરોજ ઘરેબેઠા સરળતાથી મળી રહેશે. ગ્રાહકોએ હવે વધુ વ્યાજ મેળવવા માટે બેંકોની જુદી જુદી શાખાઓના ચક્કર કાપવા કે કર્મચારીઓ સાથે ભાવતાલ કરવાની જરૂર નહીં રહે.
બેંક કર્મચારીઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકશે નહીં અને વ્યાજ દરોમાં પારદર્શિતા આવવાથી સમગ્ર નાણાકીય વ્યવહાર વધુ સુવ્યવસ્થિત અને ન્યાયી બનશે.

રિલેટેડ ન્યૂઝ