રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલને ડિસમીસ કરાયા

કચ્છની કોલેજમાં ઈન્ચાર્જ આચાર્ય હતાં ત્યારે આરયુએસએ ગ્રાન્ટમાં રૂા. 25.36 લાખની છેતરપીંડીનો કેસ સાબિત થતાં લેવાયું પગલું

રાજકોટમાં આઝાદીકાળની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ(ડી.એચ.) સરકારી કોલેજના આચાર્ય પરેશ રાવલને રાજ્યના શિક્ષણ વિભાગે ડિસમિસ કરી નાખ્યા છે. તેઓ 2011થી 2018 એમ 7 વર્ષ દરમિયાન કચ્છના રાપરની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ઇન્ચાર્જ આચાર્ય તરીકે હતા, ત્યારે છઞજઅ (રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન)ની રૂૂ.50 લાખની ગ્રાન્ટમાંથી રૂૂ.25.36 લાખની નાણાકીય છેતરપિંડી સહિતની ગેરરીતિ આચરી હોવાનું લાંબી તપાસ બાદ સાબિત થયું. જેથી રાજ્યપાલના હુકમથી કોલેજના પ્રિન્સિપાલને તાત્કાલિક અસરથી ડિસમિસ કરી નાખવામાં આવ્યા છે. રાજકોટની જ અખઙ લો કોલેજના પ્રિન્સિપાલ ડો. કમલેશ બુધ્ધભટ્ટીને ડી. એચ. કોલેજના આચાર્યનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના ઉપસચિવ કે. આઈ. સોલંકીએ જાહેર કરેલા ઓર્ડર મૂજબ, રાજકોટની સરકારી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પરેશકુમાર નવતમલાલ રાવલ ભુજની આર.આર.લાલન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય તરીકેની ફરજ દરમિયાન આચરેલી નાણાકીય છેતરપિંડીને પગલે તાત્કાલિક અસરથી ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો- 1971ના નિયમ-6 ના પેટા નિયમ-(7) આગળ દર્શાવેલ એટલે કે ભવિષ્યમાં સરકારી નોકરી માટે તે ગેરલાયક ઠરે નહિ તે રીતે નોકરીમાંથી ’રૂૂખસદ”ની શિક્ષા કરવાનો આથી હુકમ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા કરવામાં આવે છે. કચ્છની રાપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા ભુજની આર.આર. લાલન કોલેજમાં 5 ઓગ્સ્ટ 2011થી 14 ડિસેમ્બર, 2018 વચ્ચે ફરજ બજાવનારા તત્કાલીન કાર્યકારી આચાર્ય (વર્ગ-1) પરેશકુમાર રાવલ સામે સરકારી ગ્રાન્ટનો દુરૂૂપયોગ, નિયમોનો અનાદર અને નાણાકીય છેતરપિંડી આચરવાના 6 ગંભીર આરોપો હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમણે સત્તાનો દુરુપયોગ કરીને નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. પરેશકુમાર રાવલે છઞજઅ દ્વારા વર્ષ 2016માં ફાળવવામાં આવેલી રૂૂ. 50 લાખની ગ્રાન્ટમાંથી ખર્ચની કોઈ જ પ્રક્રિયા અનુસર્યા વિના વર્ક ઓર્ડર્સ આપીને રૂૂ. 25,36,772નો ખર્ચ કરી નાણાકીય ગેરરીતિ આચરી હતી. આ ઉપરાંત, ભુજ ખાતેની ફરજ દરમિયાન હિસાબોમાં અનિયમિતતા, રેકોર્ડ અને પી.એલ.એ. વાઉચર્સ ગુમ કરવા, ડેડસ્ટોક રજિસ્ટર કે કેશબુક ન લખવી તેમજ પસ્તી વેચાણની રકમ સરકારી ચલણથી જમા ન કરાવવી જેવી ગંભીર બેદરકારી દાખવી હતી. ખરીદી અને કામગીરીની પ્રક્રિયામાં ઉદ્યોગ અને ખાણ વિભાગની ખરીદનીતિની સૂચનાઓનું પણ અનાદર કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ