બધિર મંડળ દ્વારા સમાન અધિકારોની માંગ સાથે શહેરમાં રેલી યોજાઇ

રમત-ગમત, મેડીકલ કેમ્પના આયોજનો થયા

સપ્ટેમ્બર માસના છેલ્લાં અઠવાડિયાના તા.27મી રોજ રોમ ઇટાલી ખાતે વિશ્ર્વ બધિર દિનનો પ્રારંભ 1958ના સાલમાં થયો તેનો ઉદ્દેશ વિશ્ર્વના અલગ અલગ દેશોના બધિર લોકોને પ્રોત્સાહન અને અધિકાર હેતુથી થઇ હતી ત્યાર પછી વૈશ્ર્વિક સ્તરે ચળવળ શરૂ થઇ હતી તેમાં બધિરોને લગત પ્રશ્ર્નો અધિકારો, ઝુંબેશ, સંવેદના, ચર્ચા પ્રદર્શનો તેમજ મીડિયા કવરેજ દ્વારા વિશ્ર્વ સમુદાયને ધ્યાન દોરવાતા હેતુથી તેમજ બધિરોને વિશ્ર્વમાં એકતા દર્શાવવા માટે થઇ હતી.તે દિન ઉજજવાનું કારણ કે બધિર સમાજના લોકો એવી માન્યતા ધરાવતાં હતા કે અમારી જિંદગી નિરાશા અને હતાશાજનક રીતે વિતી જશે. ભવિષ્ય અંધકારમય બની જશે. તેમનામાં રહેલી માન્યતાને પરિવર્તન લાવવા માટે વિશ્ર્વમાં અમુક ઠેકાણે બધિરોએ પ્રાપ્ત કરેલા શિક્ષણ, ટેકનોલોજી તેમજ તેમની કુશળતાઓ અને સ્વાવલંબન દેખાડવાના આશયથી વિશ્ર્વ બધિર દિનનો પ્રોગ્રામ ગુજરાતમાં પહેલી જ વાર રાજકોટ ખાતે 2011ની સાલથી રજૂ કરવામાં આવ્યો હતો. રાજકોટની બધિર સંસ્થા દ્વારા 2011થી રેલી અને બધિર દિનનો કાર્યક્રમ દર વર્ષે ઉજવવાનું શરૂ કરેલ છે તેનાથી પ્રેરણા લઇને ગુજરાતભરની બધિર સંસ્થાઓએ પોતાના શહેરોમાં 2011ની સાલથી ધીરે ધીરે શરૂ કરેલ છે રેલી અને કાર્યક્રમો યોજવાનું શરૂ કરેલ છે જે સામાન્ય સમાજને બધિરો પ્રત્યે સંવેદના અને તેમને ધ્યાન દોરવાના હેતુથી પ્લેકાર્ડ, બેનરો, પ્રદર્શનો અને રેલી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં બધિર મંડળ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રભરના બધિરો માટે શહેરના ખાતે આયોજન થયેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા હિતેશ ઠકકર, સંદીપ શાહ, ધવલ હદવાણી, મહિપાલસિંહ ચુડાસમા, હાર્દિપસિંહ જાડેજા, જીગ્નેશ ટાંક, કમલેશ રોકડ, રૂચિતા હદવાણી, નિધિ શેઠ, અપુર્વ શેઠ, કેયુર વાઘશિયા, ચિરાગ રૂપારેલીયા, કૃણાલ કોટાડિયા, તુષાર વિરાદીયા, મયુર સીસોદીયા અને ટ્રસ્ટશ્રી હિરેન પંડયા, હર્ષલ પંડયા, ભાવેશ ભાડોશીયા, પરેશ ગોસ્વામી વિરતી શેઠ (દુભાષિયો) જહેમત ઉઠાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ