કન્સેશન કે ખાસ કોટા હેઠળની ટિકિટવાળા મુસાફરોની પાત્રતા પણ ચકાસવામાં આવશે, દૃસ્તાવેજો ન હોય તો દૃંડ થઈ શકે છે
ઓક્ટોબરમાં ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો ટિકિટની સાથે જરૂરી દૃસ્તાવેજો રાખવા પડશે. સેન્ટ્રલ રેલવે દ્વારા ૧ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ખાસ ટિકિટ ચેિંકગ અભિયાન ચલાવવામાં આવશે. આ દૃરમિયાન માત્ર ટિકિટ જ નહીં, પરંતુ ટિકિટના આધારે મુસાફરી કરવાની તમારી પાત્રતા અને જરૂરી ઓળખપત્રની પણ તપાસ થઈ શકે છે. ખાસ કરીને કન્સેશન, નિર્ધારિત રિઝર્વેશન કોટા, ઈ-પાસ અથવા પ્રિવિલેજ ટિકિટ ઓર્ડરના આધારે મુસાફરી કરતા મુસાફરોએ સાવચેત રહેવું પડશે. આવા મુસાફરો પાસે મુસાફરી દૃરમિયાન નિયમ મુજબનું મૂળ ઓળખપત્ર અને જરૂરી દૃસ્તાવેજો હોવા જરૂરી છે.
સેન્ટ્રલ રેલવેના જણાવ્યા મુજબ, કન્સેશન અથવા નિર્ધારિત રિઝર્વેશન કોટા હેઠળ ટિકિટ મેળવનારા મુસાફરોની ઓળખ અને પાત્રતા ચકાસવામાં આવી શકે છે. જો એક જ ટિકિટ પર એકથી વધુ મુસાફરો મુસાફરી કરતા હોય, તો નિયમ મુજબ ઓછામાં ઓછા એક મુસાફર પાસે જરૂરી ઓળખપત્ર હોવું જોઈએ. રેલવેના નિયમો અનુસાર, પ્રિવિલેજ ટિકિટ ઓર્ડર રેલવેના પાત્ર કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આપવામાં આવતી કન્સેશન સુવિધા છે. સેન્ટ્રલ રેલવેના દૃસ્તાવેજ મુજબ પ્રિવિલેજ ટિકિટ ઓર્ડર હેઠળ ટિકિટ માટે મૂળ ભાડાના એક તૃતીયાંશ જેટલું ભાડું લેવામાં આવે છે. જો ચેિંકગ દૃરમિયાન જરૂરી મૂળ દૃસ્તાવેજ રજૂ ન કરી શકાય, તો લાગુ નિયમો મુજબ મુસાફરને માન્ય ટિકિટ વિના મુસાફરી કરનાર ગણવામાં આવી શકે છે. એટલે કન્સેશન અથવા ખાસ કોટા હેઠળની ટિકિટ હોય તો માત્ર ટિકિટ રાખવી પૂરતી ન પણ હોય. ઈ-પાસ અથવ પ્રિવિલેજ ટિકિટ ઓર્ડરથી મુસાફરી કરનારા મુસાફરોએ પણ મૂળ ઓળખપત્ર સાથે રાખવું પડશે. મુસાફરી શરૂ કરતા પહેલાં ઈ-પાસ અથવા પ્રિવિલેજ ટિકિટ ઓર્ડરને નિયમ મુજબ અધિકૃત પ્રક્રિયા હેઠળ ટિકિટ ઇશ્યું થયેલી હોય તે જરૂરી છે. રેલવેની નિયમાવલી મુજબ મુસાફરી દૃરમિયાન ઓળખ માટે આધાર કાર્ડ, મતદૃાર ઓળખપત્ર, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇિંવગ લાઇસન્સ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારનું ફોટો ઓળખપત્ર, વિદ્યાર્થી ઓળખપત્ર, ફોટોવાળી રાષ્ટ્રીયકૃત બેંક પાસબુક અને લેમિનેટેડ ફોટોવાળું ક્રેડિટ કાર્ડ જેવા દૃસ્તાવેજો માન્ય હોઈ શકે છે.
