એમેઝોને તેની અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી સેવા ‘એમેઝોન નાઉ’નો ભારતના 120થી વધુ શહેરોમાં વિસ્તાર કર્યો

એમેઝોને આજે તેની અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી સેવા એમેઝોન નાઉનો ભારતના 120થી વધુ શહેરોમાં ઝડપી વિસ્તાર કર્યાની જાહેરાત કરી છે – માત્ર બે સપ્તાહમાં તેની પહોંચ બમણી થઈ ગઈ છે. અમૃતસર, અબોહર, જલંધર, અંબાલા, મેંગલોર, મણિપાલ, વિઝાગ, કોચી, ચંગનાસ્સેરી, ભુવનેશ્વર અને કારવાર જેવા શહેરોના ગ્રાહકોને હવે એમેઝોન નાઉ દ્વારા મિનિટોમાં ડિલિવરી મળી રહી છે. આ સેવા રોજિંદી જરૂરિયાતની હજારો ચીજવસ્તુઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે – ગ્રોસરી (ફળો-શાકભાજી અને ફ્રોઝન ફૂડ સહિત), પર્સનલ કેર, ફેશન અને બ્યુટીથી લઈને નાના એપ્લાયન્સિસ, હોમ અને કિચન પ્રોડક્ટ્સ તેમજ ઘણું બધું. આ ઓર્ડર્સ આશરે 800 માઇક્રો-ફુલફિલમેન્ટ અને અર્બન ફુલફિલમેન્ટ સેન્ટર્સના નેટવર્ક દ્વારા પૂરા કરવામાં આવે છે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ પહેલાં ઉત્તરમાં અમૃતસર અને અબોહરથી લઈને દક્ષિણમાં કોચી અને ચંગનાસ્સેરી સુધી – ભારતના આંતરિક વિસ્તારો સુધી એમેઝોન નાઉ સાથે અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી પહોંચાડતાં અમને ખૂબ આનંદ થાય છે. દર ત્રિમાસિક ગાળામાં ઓર્ડર્સ બમણા થવા સાથે એમેઝોન નાઉ એમેઝોન ઇન્ડિયાના ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસતું ઈ-કોમર્સ બિઝનેસ યુનિટ બની રહ્યું છે. આ ઝડપી રોલઆઉટ દેશભરના ગ્રાહકો સુધી ઝડપી અને વિશ્વસનીય ડિલિવરી પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ તહેવારોની સીઝનમાં વિસ્તાર ચાલુ રાખીને સૌથી ઝડપી ડિલિવરી સ્પીડ પર પ્રોડક્ટ્સની સૌથી વિશાળ શ્રેણી ઓફર કરવા અમે આતુર છીએ, એમએમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ – એવરીડે એસેન્શિયલ્સ, હર્ષ ગોયલે જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ