પાકિસ્તાની મહિલા જાસૂસના હનીટ્રેપમાં ફસાયેલા નૌસેનાના જવાને ગુપ્ત માહિતી લીક કરી

આંધ્રપ્રદૃેશ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ સેલે ભારતીય નૌસેનાના જવાન પ્રદૃીપ મુખર્જીની કોયમ્બતુરથી ધરપકડ કરી છે. તેના પર પાકિસ્તાની મહિલા જાસૂસને સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી સંવેદૃનશીલ માહિતી આપવાનો આરોપ છે. એક અખબારના અહેવાલ અનુસાર, મહિલા એજન્ટે જવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો.
પ્રદૃીપ કોયમ્બતુરના રેડ ફિલ્ડ્સ સ્થિત ઈન્ડિયન નેવલ શિપ (ૈંદ્ગજી) અગ્રણીમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કોર્સ કરી રહૃાો હતો. થોડા મહિના પહેલાં મહિલા એજન્ટે સોશિયલ મીડિયા મારફતે પ્રદૃીપનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદૃ તેણે ધીમે-ધીમે મિત્રતા કેળવી અને વિશાખાપટ્ટનમ નેવલ બેઝ સાથે જોડાયેલી માહિતી મેળવી હોવાનો આરોપ છે.
કાઉન્ટર ઈન્ટેલિજન્સની વિશેષ ટીમે શનિવારે સવારે ૈંદ્ગજી અગ્રણી ખાતે પહોંચીને પ્રદૃીપ મુખર્જીને કસ્ટડીમાં લીધો હતો. આ ધરપકડ અંગે સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદૃ તપાસ એજન્સીઓએ પ્રદૃીપને સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો અને ટ્રાન્ઝિટ વોરંટ મેળવ્યું હતું. સાંજે તેને વધુ પૂછપરછ માટે વિજયવાડા સ્થિત કાઉન્ટર ઈન્ટેલિજન્સ મુખ્યાલય લઈ જવામાં આવ્યો હતો.
હાલમાં તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી કેટલી અને કેવા પ્રકારની સંવેદૃનશીલ માહિતી લીક કરવામાં આવી હતી. આ ઉપરાંત, માહિતી શેર કરવાના બદૃલામાં પ્રદૃીપને હવાલા અથવા ડિજિટલ પેમેન્ટ દ્વારા કોઈ નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં કે કેમ, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ