ભવિષ્યમાં આવા વધુ હુમલા કરીશુ:અલ-કાયદૃા

લાય દૃુબઈ પ્રકરણમાં હવે આતંકી સાંઠગાંઠની એન્ટ્રીથી નવો વળાંક

લાયદૃુબઈ કાંડમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી ેંછઈની કોર્ટે જ આને આતંકી હુમલો ગણાવ્યો હતો, ત્યારે હવે આતંકી સંગઠન અલ-કાયદૃાએ આ ઘટનાની પ્રશંસા કરીને એવો દૃાવો કર્યો છે કે આ ૧૮૧ લોકોને એકસાથે મારવાનું કાવતરું હતું. અલ-કાયદૃા સાથે જોડાયેલા એક પ્રકાશનમાં અમેરિકન અને ઈઝરાયેલી મુસાફરોને લઈ જતા વિમાનોને નિશાન બનાવવાની અપીલ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, સંગઠન સાથે જોડાયેલા સમર્થકોએ પોતાના તાજેતરના સાપ્તાહિક પ્રકાશનમાં વર્ષ ૨૦૦૧ના ૯/૧૧ હુમલાનો ઉલ્લેખ કરીને આવા જ હુમલાનું પુનરાવર્તન કરવાની વાત કરી છે.
અહેવાલ મુજબ, આ સામગ્રી અલ-કાયદૃા સમર્થક ટેલિગ્રામ ચેનલો પર શેર કરવામાં આવી હતી, પરંતુ બાદૃમાં તેને હટાવી દૃેવામાં આવી હતી. લેખમાં તાજેતરમાં દૃુબઈથી તેલ અવીવ જઈ રહેલી લાયદૃુબઈની હ્લઢ૧૦૭૩ લાઇટમાં બનેલી ગંભીર ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, આ લેખ અરબી ભાષામાં લખવામાં આવ્યો છે અને જિહાદૃી કો-પાયલટનાં ભરપૂર વખાણ કરવામાં આવ્યાં છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી વધુ ઘટનાઓને અંજામ આપવામાં આવશે અને ઈઝરાયેલ-અમેરિકાને ખતમ કરી દૃેવામાં આવશે.
લેખમાં અમેરિકા અને ઈઝરાયેલના નાગરિકોને લઈ જતા વિમાનોને નિશાન બનાવવાની અપીલ કરવામાં આવી છે. તેમાં ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના હુમલાનો સંદૃર્ભ આપતાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન અને ઈઝરાયેલી વિમાનોને હજુ પણ નિશાન બનાવી શકાય છે. લેખમાં ૯/૧૧ હુમલા દૃરમિયાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે અથડાયેલા વિમાનની તસવીર સાથે લાયદૃુબઈ વિમાન સાથે જોડાયેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરક્ષા નિષ્ણાતો માટે આ પ્રકારની સામગ્રીને ગંભીર ખતરા તરીકે જોવામાં આવી રહી છે.અલ-કાયદૃાની એક શાખા તરફથી પ્રકાશિત કરવામાં આવેલો આ લેખ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે લાયદૃુબઈ કાંડ ચર્ચામાં છે. તમને જણાવી દૃઈએ કે, લાયદૃુબઈની હ્લઢ૧૦૭૩ લાઇટમાં ઉડાન દૃરમિયાન ગંભીર કટોકટી સર્જાઈ હતી. વિમાન દૃુબઈથી તેલ અવીવ જઈ રહૃાું હતું અને તેમાં ૧૭૦થી વધુ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત

ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ

આવા અન્ોક હુમલા કરાશે અન્ો ઇઝરાયેલ-અમેરિકાનું નામોનિશાન મિટાવી દૃઈશુ:આતંકી સંગઠન: જિહાદૃી કો-પાયલટના ભરપ્ાૂર વખાણ કર્યા

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે સાંજે દૃુબઈ લાઇટના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. તેમણે કેપ્ટનને ઇઝરાયલ, ભારત અને સમગ્ર વિશ્ર્વ માટે હીરો ગણાવ્યા હતા. તેમણે તેમને ઇઝરાયલના સ્વતંત્રતા દિૃવસની ઉજવણીમાં મશાલ પ્રગટાવવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. આ ભાવનાત્મક વાતચીત દૃરમિયાન કેપ્ટને કોકપીટમાં એક ભયાનક ક્ષણ વિશે નવી વિગતો પણ શેર કરી હતી.
આ સમગ્ર ઘટના દૃુબઈથી રવાના થતી લાઇટની છે. આ લાઇટના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે સાંજે તેમની સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. શરૂઆતમાં નેતન્યાહૂએ કેપ્ટનની પ્રશંસા કરી હતી અને તેમને હીરો કહૃાા હતા. નેતન્યાહૂએ કેપ્ટનને કહૃાું, “તમે ઇઝરાયલ માટે હીરો છો, ભારત માટે હીરો છો અને સમગ્ર વિશ્ર્વ માટે હીરો છો.” ત્યારબાદૃ તેમણે કેપ્ટનને ખાસ આમંત્રણ આપ્યું. વડાપ્રધાને તેમને ઇઝરાયલના સ્વતંત્રતા દિૃવસની ઉજવણીમાં મશાલ પ્રગટાવવા માટે આમંત્રણ આપ્યું.

રિલેટેડ ન્યૂઝ