ભારતની ઓસ્કાર-નોમિનેટેડ “ગોંધાલ” નું ખાસ સ્ક્રીનિંગ થશે, જે છ ભાષાઓ અને છ શહેરોમાં ઉપલબ્ધ થશે

ભારત તરફથી ૯૯મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર ૨૦૨૭) માટે અધિકૃત રીતે પસંદ કરાયેલી મરાઠી મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ ‘ગોંધાલ’ હાલ ભારે ચર્ચામાં છે. વિશ્વવ્યાપી થિયેટર રિલીઝ પહેલાં જ નિર્માતાઓએ સિનેપ્રેમીઓ માટે દેશના પસંદગીના શહેરોમાં ખાસ ‘પેઇડ પ્રીવ્યૂ’ સ્ક્રીનિંગની જાહેરાત કરી છે.
૧૦ ઑક્ટોબરથી પસંદગીના થિયેટરોમાં પ્રદર્શિત થશે‘દાવખર ફિલ્મ્સે’ સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ ખાસ સ્ક્રીનિંગ આવતી ૧૦ ઑક્ટોબરથી શરૂ થશે. ફિલ્મ દિલ્હી, મુંબઈ, પુણે, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા ૬ મુખ્ય શહેરોમાં હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ ૬ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.
શું છે ફિલ્મની વાર્તા?મહારાષ્ટ્રની પરંપરાગત ‘ગોંધાલ’ વિધિ અને લોકસંસ્કૃતિ પર આધારિત આ ફિલ્મ એક નવપરિણીત યુગલના જીવનની એક જ રાતની રોમાંચક ઘટનાઓની આસપાસ ફરે છે. આ માનવ મનની જટિલતાઓ અને મનોવૈજ્ઞાનિક પાસાઓને ઉજાગર કરતી વાર્તા છે.
ઓસ્કાર ૨૦૨૭ અને નિર્માતાઓની પ્રતિક્રિયા‘ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ (FFI) દ્વારા ૧૮ સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મને ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. ૯૯મો એકેડેમી એવોર્ડ ૧૪ માર્ચ, ૨૦૨૭ના રોજ યોજાશે.
ડિરેક્ટર અને નિર્માતા સંતોષ દાવખરે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમને અમારી ટીમ અને કન્ટેન્ટ પર પૂરો વિશ્વાસ હતો. આખા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ અમારી આખી ટીમ માટે ખૂબ મોટી જવાબદારી અને ગૌરવની વાત છે.”
સ્ટાર કાસ્ટ અને ડિરેક્શનદીક્ષા દાવખર દ્વારા નિર્મિત અને સંતોષ દાવખર દ્વારા નિર્દેશિત આ મરાઠી ફિલ્મમાં સુરેશ વિશ્વકર્મા, કૈલાશ વાઘમારે અને માધવી જુવેકરે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.

રિલેટેડ ન્યૂઝ