હવે અમારા ખેતરમાં બકરા આવશે તો જીવતા નહી છોડું કહી મારી નાખવાની ધમકી : છ સામે ગુનો
ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામની સીમમાં બકરા ચરાવવા જેવી નજીવી બાબતે તીક્ષ્ણ અને પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવેલા શખસોએ એક પરિવાર પર જાનલેવા હુમલો કરી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હુમલામાં મુકબધિર યુવકને માથા તથા શરીરના ભાગે પાઇપ અને લાકડીઓ મારી બેભાન કરી દેવાયો હતો. ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મમતાબેન ગોપાલભાઈ સોલંકી ઉં.વ. 21 ની ફરિયાદના આધારે ધ્રુવરાજસિંહ અને સમીર નામના શખસો સહિત છ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, બે દિવસ પહેલા તારીખ 3 શનિવાર ના રોજ મમતાબેન સોલંકી નાં પરિવાર બકરા ચરાવી રહ્યો હતો આ વેળા રીબડા ગામની સીમમાં આવેલા રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની વાડીમાં બકરા ઘૂસી ગયા હતા. આ બાબતનો ખાર રાખી તે જ રાત્રે સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના અરસામાં આરોપીઓ મોટરસાયકલ અને કાળા રંગની ફોર-વ્હીલ કાર લઈને મમતાબેનના ઘરે સડક પીપળીયા પહોંચ્યા હતા.
કારમાંથી ઉતરેલા શખસો પૈકી એક લાંબા અને મજબૂત બાંધાના શખસે ગનમાંથી હવામાં ફાયરિંગ કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગોપાલભાઈને લાકડીઓ મારતા તેઓ સીમ તરફ ભાગી ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ ઘરમાં સૂતેલા મુકબધિર દિયર ’નાનીયા’ પર માથા તથા શરીર પર પાઇપ અને લાકડી વડે મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી તેને લોહીલુહાણ કરી બેભાન કરી દીધો હતો. આ ઉપરાંત બહાર સૂતેલા શ્રમિક ભીમાભાઈને પણ પાઇપ અને લાકડી વડે આડેધડ માર મારવામાં આવ્યો હતો.
હુમલાખોરોએ જતી વખતે પરિવારજનો સામે ગન તાકી હવામાં વધુ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને “હવે પછી તમારા બકરા અમારા ખેતરમાં ચરવા આવશે તો જીવતા છોડીશું નહીં” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી વાહનો લઈને ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત મુકબધિર યુવક અને ભીમાભાઈને સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસે
