સુરેન્દ્રનગર પોલીસ અને PGVCLની લાલઆંખ 7 ગામોમાં દરોડા પાડી રૂ.1.54 કરોડની વીજચોરી પકડી

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનન અને વહનની પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અભૂતપૂર્વ અને કડક કાનૂની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારી અને ચોટીલા ડીવાયએસપી એસ.એસ. ભદોરીયાની સંયુક્ત માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ અને ઙૠટઈકની કુલ 104 વિશિષ્ટ ટીમો બનાવીને સાયલા અને થાનગઢ વિસ્તારમાં ઓચિંતું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સઘન ઝુંબેશ દરમિયાન ટીમોએ સાયલા અને થાનગઢ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ચોરવીરા (થા), ઈશ્વરીયા, વગડીયા, સોનગઢ, વેલાળા, ખાખરાવાળી અને રાવરાણી ગામો તેમજ આસપાસના સીમ વિસ્તારોને ઘેરી લઈને વ્યાપક તપાસ ચલાવી હતી. રહેણાંક મકાનો અને સીમમાં વિજપોલ તથા કનેક્શનો પર ચેકિંગ હાથ ધરીને કુલ 1,080 વીજજોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ગેરકાયદેસર વીજચોરી ઝડપાતા સંબંધિત આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂ.1,54,50,000 નો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, સીમ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી કાર્બોસેલ ખનીજ ખનન અને હેરફેરની પ્રવૃત્તિઓ પર સીધા દરોડા પાડી સમગ્ર ગેરકાયદે કામગીરી સદંતર બંધ કરાવવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન સાયલા પોલીસ સ્ટેશન ખાતે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી એક શંકાસ્પદ વાહન પણ ડિટેઈન કરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ