સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કોટડા ગામે રાજકોટ રેન્જની ટીમે બાતમીના આધારે દરોડો પાડી આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 7 કિલો 160 ગ્રામ પોશડોડા, કુલ (રૂ.1,07,400) ઝડપી પાડ્યો હતો.
રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય (ઈંઙજ)ની સૂચના અને રાજકોટ રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સુરજ પટેલના માર્ગદર્શન હેઠળ એનડીપીએસ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન માનવસૂત્રો પાસેથી મળેલી બાતમીના આધારે લીંબડી ઉઢજઙ વી.એમ. રબારીને જાણ કરી દરોડાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ રેન્જના ઙજઈં પી.એન. મોરી, બી.સી. વર્માત્રા, સી.એમ. કાંટેલીયા, એ.વાય. ઉધાસ તથા સ્ટાફ દ્વારા સાયલા તાલુકાના કોટડા ગામે આંગણવાડી પાસે આવેલા અમરાભાઈ હરસુરભાઈ વાળાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કોઈ પાસ-પરમીટ કે આધાર વિના રાખવામાં આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે અમરાભાઈ હરસુરભાઈ વાળા, રહે. કોટડા, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગરને અટક કરી હતી. પોલીસ તપાસમાં આ જથ્થો બિપીન ગોર, રહે. સુદામડા, તા. સાયલા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા કુલ બે આરોપીઓ સામે ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
