કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામે ગત ગુરૂવાર તા. 1 ના રોજ સાંજના સમયે વજશીભાઈ ગગાભાઈ ગોરીયા અને તેમના મોટાભાઈ મેરામણભાઈ ઉપર તેમના કુટુંબી એવા મુળુભાઈ લાખાભાઈ ગોરીયા તેમજ તેમના પુત્ર જીગર મુળુભાઈ ગોરીયા અને ભરત મૂળુભાઈ બોરીયા નામના પિતા-પુત્રોએ આવી, અહીં સરકારી ખરાબામાં ચાલી રહેલા ઊર્જાના કામ બાબતે બિભત્સ ગાળો ભાંડી બોલાચાલી કરી હતી. આ પછી આરોપી ભરત ગોરીયાએ બેફામ ફાયરિંગ કરતા બંને ભાઈઓ વજશીભાઈ ગગાભાઈ અને તેમના મોટાભાઈ મેરામણભાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી, આરોપી એવા મુળુભાઈ લાખાભાઈ ગોરીયા તેમજ તેમના પુત્રો જીગર અને ભરતની અટકાયત કરી હતી. ત્યાર બાદ તેમને સ્થાનિક અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આરોપી પિતા-પુત્રોને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
રિલેટેડ ન્યૂઝ
-
દ્વારકા નજીક ખાનગી કંપનીના સોલ્ટ વર્ક્સમાં વાયરની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પાંચ ઝબ્બે
એલસીબી પોલીસે રૂ. 1.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં આવેલી ટાટા... -
વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચમાં સારવાર દરમિયાન મોત
સિંહણે ત્રણ દી પહેલા પાંચ લોકો પર હુમલો કરીને ગંભીર ઘાયલ કરેલા અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં... -
પિતાએ પુત્રની પુણ્યસ્મૃતિમાં રૂ. 11.97 લાખના ખર્ચે બનાવ્યા સ્નાનઘાટ, શૌચાલય
ધોકડવા મોક્ષધામમાં સ્વ. વનરાજસિંહની સ્મૃતિને અનોખી શ્રદ્ધાંજલિ પુરુષો-મહિલાઓ માટે અલગ સુવિધા સાથેનું લોકોપયોગી કાર્ય પરિવાર દ્વારા...
