ધોકડવા મોક્ષધામમાં સ્વ. વનરાજસિંહની સ્મૃતિને અનોખી શ્રદ્ધાંજલિ
પુરુષો-મહિલાઓ માટે અલગ સુવિધા સાથેનું લોકોપયોગી કાર્ય પરિવાર દ્વારા સમાજને અર્પણ
ધોકડવા ગામના મોક્ષધામ ખાતે સ્વ. વનરાજસિંહ જીકુભાઈ ખસિયાની પુણ્યસ્મૃતિને ચિરંજીવ બનાવતું અનોખું અને લોકોપયોગી કાર્ય કરવામાં આવ્યું છે. સ્વ. વનરાજસિંહના પિતાશ્રી જીકુભાઈ ખસિયા તથાતેમના પરિવાર દ્વારા પોતાના પુત્રનીસ્મૃતિમાંરૂ.11,97,000ના ખર્ચે સ્નાનઘાટ તથા શૌચાલયનું નિર્માણ કરાવી લોક કલ્યાણ અર્થે અર્પણ કરવામાં આવ્યું છે. મોક્ષધામ ખાતે અંતિમવિધિ બાદ આવતા પરિવારજનો અને ગ્રામજનોને પડતી સુવિધાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. ખાસ કરી ને પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગસ્નાનઘાટ તેમજ શૌચાલયની સુવિધા ઉભી કરવામાં આવતામોક્ષ ધામ ખાતે આવનારા લોકો માટે મોટીરાહતરૂપવ્યવસ્થા ઊભી થઈ છે. સ્વ. વનરાજસિંહ જીકુભાઈ ખસિયાનું તા.19નવેમ્બર, 2025ના રોજ અવસાન થયું હતું. તેમની પુણ્યસ્મૃતિ માં પરિવાર દ્વારા માત્ર સ્મારક કે શ્રદ્ધાંજલિ પૂરતી સીમિત ન રહી, પરંતુ સમાજને કાયમી ઉપયોગી બને તેવું કાર્ય કરવાનું પસંદ કરવામાં આવ્યું છે. પરિવાર દ્વારા કરવામાં આવેલ આ સેવાકીય પહેલને ગ્રામજનો દ્વારા પણ સરાહવામાં આવી રહીછે.પોતાના સ્વજનની સ્મૃતિને લોકસેવા સાથે જોડીને સમાજને ઉપયોગી સુવિધા અર્પણ કરવાનો આ પ્રયાસ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે. પુણ્યસ્મૃતિને લોકકલ્યાણ સાથે જોડવાનો આ પ્રયાસ ખરેખર વંદનીય છે. સ્વ. વનરાજસિંહની સ્મૃતિમાં કરવામાં આવેલું આ કાર્ય વર્ષો સુધી લોકો માટે ઉપયોગી બની રહેશે, તેવી લાગણી સાથે જીકુભાઈ ખસિયા અને તેમના પરિવારને ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
