જૂનાગઢ જિલ્લામાં જુગાર રમતા 16 ઝડપાયા

જુનાગઢ જિલ્લામાં પોલીસે જુગાર અંગેના 3 દરોડા પાડી, વિસાવદરના હસ્નાપુર સીમમાંથી 6 શખ્સો, વીજાપુર ગામેથી 5 ઈસમો અને માણાવદરના નાકરા ગામેથી જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લઈ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના હસ્નાપુરથી કાદવાળી ગામના રસ્તે સીમ વિસ્તારમાં ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમી રહેલા 6 શખ્સોને પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂ. 11,740 તથા ગંજિપત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ માંથી પ્રાપ્ત થતી મુજબ વિસાવદર પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશ મેસુરભાઈ સોલંકી અને ટીમે હસનપુર ગામની સીમમાં દરોડો પાડી, જુગાર રમતા કનુભાઇ ચાંદુ, રાજુભાઇ ચારોલીયા, કમલેશભાઇ પરમાર, પરેશભાઇ ચાવડા, દેવરાજભાઇ ચૌહાણ, દડુભાઇ ધાધલને ઝડપી લીધા હતા.
વીજાપુર ગામે જાહેરમાં તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા 5 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પટ માંથી રોકડા રૂ. 5,130, મોબાઈલ ફોન મળી કુલ રૂ. 25,130 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસની રેડ દરમિયાન રાજકુમાર બાલાભાઈ સોલંકી, રાહુલભાઈ કળથીયા, દલસુખભાઈ મોરવાડીયા, વિઠલભાઈ ટાંક, કિરીટભાઈ રાઠોડ જુગાર રમતા ઝડપી લીધા હતા
માણાવદર પોલીસે તાલુકાના નાકરા ગામે નવા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ગંજિપત્તા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા 5 ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા મળી કુલ રૂ. 27,150 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જુગારની આ રેડમાં જેન્તીભાઇ કરશનભાઇ રાઠોડ, સુમનભાઇ પોપટભાઇ કાલા, રમેશભાઇ દાનાભાઇ રાઠોડ, રમેશભાઇ બધાભાઇ રાઠોડ, જયેશભાઇ મનસુખભાઇ બથવારને ઝડપી લેવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ