વડિયામાં આર્થિક ભીંસથી ક્ંટાળી આધેડનો ઝેરી દવા પી આપધાત

જિલ્લામાં 24 કલાકમાં અપમૃત્યુના ચાર બનાવ પોલીસ ચોપડે નોંધાયા

અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અલગ અલગ ચાર બનાવોમાં ચાર લોકોના મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા સ્થાનિક પોલીસે આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રથમ બનાવમાં અમરેલીના વડિયા ગામે રહેતા વિપુલભાઇ ભગવાનભાઇ રાવરાણી નામના 47 વર્ષીય આધેડની ખટારા ની લોન ચાલુ હોય, અને જેના હપ્તા ભરી નહિ શકાતા દેણું વધી ગયેલ હોય અને આર્થિક સંકડામણના કારણે ગત તા.9 ના રોજ રાત્રે 8 વાગ્યે વડીયા ગામેં ઝેરી દવા પી જતા તેમણે સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
બીજા બનાવમાં ખાંભા તાલુકાના પીપળવા ગામે રહેતા જયદીપભાઈ દીનેશભાઈ ઝાલા નામના 23 વર્ષીય યુવકના પત્નિ ત્રણ ચાર દિવસથી તેના પીયરમા રીસામણે જતા રહેલ જે વાતનું યુવકને મનમાં લાગી આવતા ગત તા.7 ના સાંજના આશરે સાડા આઠેક વાગ્યે ખાંભાના રસ્તે રાંદલ માતાના મંદીર પાસે ઝેરી દવા પી જતા ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
ત્રીજા બનાવમાં લીલીયા તાલુકાના દાડમાં ગામે રહેતા મહેશભાઇ પરશોતમભાઇ આસોદરા નામના 30 વર્ષીય રત્ન કલાકાર યુવકને પોતાની પત્નિ સાથે કામકાજ બાબતે ઘરે ઝઘડો થયેલ હતો. જે બાબતે યુવકને લાગી આવતા પોતે ગત તા.3 ના બપોરના આશરે બારેક વાગ્યાના અરસામાં ખુશાલભાઇ ધાનાણીની વાડીએ ખડ બાળવાની ઝેરી દવા પી જતા તેમનું સારવાર દરમ્યાન યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
ચોથા અને અંતિમ બનાવમાં લાઠી તાલુકાના ધુફણીયા કીશોરભાઇ બાબુભાઇ વસાણીની વાડીમાં રહેતી લક્ષ્મીબેન બચુભાઇ અમલીયાર નામની 17 વર્ષીય તરૂણીને તેમના ભાઇ વિજયભાઇ સાથે નવા કપડા લેવા બાબતે બોલાચાલી થતા તેણીના ભાઈએ એક લાફો મારી દેતા તરૂણીને મનમા લાગી આવતા તા.9 ના બપોરનાં આશરે બારેક વાગ્યે અનાજમા નાખવાનો ઝેરી પાવડર પી’ જતા તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

રિલેટેડ ન્યૂઝ