માળીયાહાટીનામાં નંદી પર એસીડ ફેંકાતા રોષ ભભૂકયો

માળીયા હાટીના માં રેલવે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કોઈ અજાણ્યા વ્યક્તિ એ નંદી ( ધણ ખુટ ) ઉપર એસિડ છાંટેલ હતું.
એસિડ ની પીડા થી નંદી બૂમાબૂમ કરી રહ્યો હતો જીવદયા ગ્રુપ ના યુવાનો ને જાણ થતા જીવ દયા ગ્રુપ ના યુવાનો વિવેકભાઈ સિસોદિયા સતિષભાઈ શેખવા હર્ષદભાઈ સોલંકી અંકિતભાઈ પાલા વિશાલભાઇ રારછ સહિત ના જીવ દયા ગ્રુપ ના યુવાનો ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. અને મહા મુસીબતે નંદી ( ધનકુટ ) નું રેસ્ક્યુ કરી જરૂરી પ્રાથમિક સારવાર આપી ને માળીયા હાટીના પોલીસને જાણ કરી હતી. અને આ નંદી ને વધુ સારવાર માટે શ્રી મા ગૌશાળા કુકસવાડા ખાતે રીફર કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ