વેરાવળમાં રૂ.4.80 કરોડના ખર્ચે અઢી કિલોમીટરનો રોડ બનશે

આઈકોનિક રોડ પ્રોજેકટનું ખાતમુહુર્ત કરાયું

વેરાવળમાં નવરાત્રીના પહેલા નોરતે નગરપાલિકા દ્વારા શહેરમાં રૂ.4.80 કરોડના ખર્ચે નવા આઇકોનિક રોડ પ્રોજેક્ટ ના નવીનીકરણ નું ખાતમુહૂર્ત કરાયું છે.
આ રોડ 2.5 કિલોમીટર લાંબો રોડ રામ ભરોસા ચોક થી ટાવર ચોક, નગરપાલિકા કચેરી, સિવિલ હોસ્પિટલ, કોર્ટ બિલ્ડીંગ, મામલતદાર કચેરી, રાજેન્દ્ર ભવન, સર્કિટ હાઉસ થઈ ઝાલેશ્વર મંદિર ના પુલ સુધી બનનાર છે જેમાં વિનાયક પ્લાઝા થી મણીબેન કોટક સુધી સીસી રોડ અને બંને બાજુ બ્યુટિફિકેશન કરવામાં આવનાર છે.
આ ખાતમુહૂર્ત ના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ નરેશભાઇ ગોહેલ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઇ મેસવાણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ