સોલર સિસ્ટમથી રોજ ૪૦ હજાર શ્રદ્ધાળુઓનું ભોજન બની રહૃાું છે; સરકારે અનોખું મોડેલ ગણાવ્યું
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે દૃુનિયાભરમાં ઈંધણના પુરવઠા પર દૃબાણ વધવાની આશંકા છે. આવા સમયે શિરડી ખાતે શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટનું સોલર કુિંકગ સિસ્ટમ એક ઉદૃાહરણ બની ગયું છે. સૌર ઊર્જાથી ચાલતી આ સિસ્ટમથી રોજ હજારો શ્રદ્ધાળુઓ માટે ભોજન બનાવવામાં આવી રહૃાું છે.
આ સોલર સિસ્ટમથી દૃરરોજ લગભગ ૨,૦૦૦ કિલો ભોજન બનાવવામાં આવે છે, જે લગભગ ૪૦ હજાર શ્રદ્ધાળુઓ માટે પૂરતું હોય છે.
આનાથી દૃરરોજ લગભગ ૨૦૦ કિલો ગેસની બચત પણ થઈ રહી છે. આ અનોખી પહેલને જોતા મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીએ પણ આ પ્રોજેક્ટને દૃેશના એક અનોખા મોડેલ તરીકે સન્માનિત કર્યો છે.
શિરડીમાં રોજ સરેરાશ ૭૫ થી ૮૦ હજાર શ્રદ્ધાળુઓ દૃર્શન માટે આવે છે.
સાંઈ સંસ્થાનના પ્રસાદૃાલયમાં શ્રદ્ધાળુઓને મફત ભોજન આપવામાં આવે છે અને લગભગ ૪૦ હજાર લોકો દૃરરોજ તેનો લાભ લે છે. પહેલા આટલી મોટા પ્રમાણમાં ભોજન બનાવવા માટે લગભગ ૧,૭૦૦ કિલો ગેસ ખર્ચ થતો હતો, જેનાથી સંસ્થાન પર ઘણો આર્થિક બોજ પડતો હતો.
૨૦૦૯માં સોલર કુિંકગ સિસ્ટમ શરૂ થઈ
ઊર્જા બચત અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને સંસ્થાનના ટ્રસ્ટી મંડળે જુલાઈ ૨૦૦૯માં સોલર કુિંકગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો. આ પ્રોજેક્ટ પર લગભગ ૧ કરોડ ૩૭ લાખ રૂપિયા ખર્ચ થયા.
પ્રસાદૃાલય પરિસરમાં ૭૩ સોલર ડિશ લગાવવામાં આવી, જેની મદૃદૃથી સોલર કુકરમાં ભોજન તૈયાર કરવામાં આવે છે. આ વ્યવસ્થાથી માત્ર ઊર્જાની બચત જ નથી થઈ રહી, પરંતુ પર્યાવરણને પણ ફાયદૃો મળી રહૃાો છે.
આ ઉપરાંત, સાંઈ સંસ્થાને સૌર ઊર્જાથી શ્રદ્ધાળુઓ માટે ગરમ પાણીની સુવિધા પણ શરૂ કરી છે, જેનાથી નવા શ્રદ્ધાળુ નિવાસ, દ્વારાવતી અને સાંઈ આશ્રમ જેવી જગ્યાઓ પર રોજ ૧૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓને ૨૪ કલાક મફત ગરમ પાણી મળી રહૃાું છે.
૧૦ ક્વિન્ટલ દૃાળ શાક, ૧૫ ક્વિન્ટલ ભાત રોજ બનાવાય છે
પ્રસાદૃાલયમાં ૧૫૦ લિટર ક્ષમતાના ૧૦ મોટા કુકર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા એક સમયે ૧૫ ક્વિન્ટલ ચોખા, ૫ ક્વિન્ટલ દૃાળ અને ૫ ક્વિન્ટલ શાક રાંધી શકાય છે.
૨૦૦૯ થી ૨૦૨૬ સુધીના સમયગાળામાં આ સિસ્ટમને કારણે બે લાખ કિલોથી વધુ ગેસની બચત થઈ છે. સંસ્થાને બે કરોડ રૂપિયાથી વધુની આર્થિક બચત કરી છે.
